24/05/2026
🏏 બેટ અને બોલ સાથે જીતના જુસ્સાથી રમાતી યુવાશક્તિની પ્રિય રમત — ક્રિકેટ!
“એક સમાજ, શ્રેષ્ઠ સમાજ”ના સંકલ્પ સાથે“રમશે યુવા, જીતશે યુવા” અને “એક છે તો સેફ છે”ના સંદેશને સાકાર કરતી શ્રી સુરતી મોઢ વણિક અઠવાપંચ યુવક મંડળ દ્વારા આયોજિત “ફેમિલી બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ – સિઝન 4” ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન હેમિનોમ સ્પોર્ટ્સ ક્લબ, અલથાણ-ભીમરાડ રોડ, સુરત ખાતે કરવામાં આવ્યું.
આ પ્રસંગે સમસ્ત ગુજરાતી મોઢ મોદી સમાજ ટ્રસ્ટના કાર્યકારી પ્રમુખશ્રી, ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને ધારાસભ્યશ્રી પૂર્ણેશભાઈ મોદી, ધી સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેન્કના ચેરમેન શ્રી અમિતભાઈ ગજ્જર તથા અન્ય ડિરેક્ટરશ્રીઓ, શ્રી સુરતી મોઢ વણિક સમસ્ત પંચના પ્રમુખ શ્રી ધર્મેશભાઈ તમાકુંવાલા, કોર્પોરેટર શ્રીમતી અલ્પાબેન મહેતા, પાંડેસરા ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના મંત્રીશ્રી અશોકભાઈ જરીવાલા (મહેતા), અઠવાપંચના પ્રમુખ શ્રી યોગેશભાઈ પપૈયાવાળા, પૂર્વ પ્રમુખ તથા હિતવર્ધક મંડળના પ્રમુખ એડવોકેટ શ્રી હસમુખભાઈ લાલવાલા, શ્રી દેવરાજભાઈ મોદી, શ્રી તેજસભાઈ ગાંધી, શ્રી નલીનભાઈ ગાંધી, અઠવાપંચ સિનિયર સિટીઝનના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગાંધી સહિત અનેક આગેવાનો, દાતાશ્રીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહી ટુર્નામેન્ટનો શુભ પ્રારંભ કરાવ્યો અને ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી.
આ સુંદર અને સફળ આયોજન બદલ શ્રી સુરતી મોઢ વણિક અઠવાપંચ યુવક મંડળના પ્રમુખશ્રી વિમલભાઈ બેકાવાલા, પૂર્વ પ્રમુખ શ્રી સંજયભાઈ અનાજવાલા તથા હોદ્દેદારશ્રીઓ શ્રી કેતનભાઈ પાનવાલા, શ્રી વિપુલભાઈ ગાંધી, શ્રી આનંદભાઈ ગાંધી, શ્રી ધર્મેશભાઈ બેકાવાલા, શ્રી આશિષભાઈ મોદી, શ્રી રમેશભાઈ પાનવાલા, શ્રી પિંકેશભાઈ વાણીયાવાલા, શ્રી અશ્વિનભાઈ બોડીવાલા અને શ્રી બ્રિજેશભાઈ કીકાગણેશવાલાને હાર્દિક અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું.