Bavan Gaam Raval Yogi Yuva Vikas Trast

Bavan Gaam Raval Yogi Yuva Vikas Trast BAVAN GAAM RAVAL YOGI SAMAJ

*બાવન ગામ રાવળ યોગી યુવા વિકાસ ટ્રસ્ટ ની જનરલ સભા મેઘરજ તાલુકાના પહાડિયા ગામે યોજાઇ.* આજે તારીખ 21-07-2024 ને રવિવારે ગુ...
07/21/2024

*બાવન ગામ રાવળ યોગી યુવા વિકાસ ટ્રસ્ટ
ની જનરલ સભા મેઘરજ તાલુકાના પહાડિયા ગામે યોજાઇ.*

આજે તારીખ 21-07-2024 ને રવિવારે ગુરુપૂર્ણિમાના દિવસે મેઘરજ તાલુકાના પહાડિયા ગામે હનુમાનજી મંદિરે સમય સવારે 10:00 કલાકે બાવન ગામ રાવળ યોગી યુવા વિકાસ ટ્રસ્ટની જનરલ સભા મળી. સભાનું કોરમ થતા ટ્રસ્ટના પ્રમુખ શ્રી અતુલભાઇ રમેશભાઈના અધ્યક્ષ સ્થાને સભા નું કામકાજ હાથ ધરવામાં આવ્યું હતું. સભામાં હાજર સૌ આજીવન સભ્યોનું શબ્દોથી સ્વાગત કરી સભા નું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. સભાની શરૂઆતમાં ગતસભાનું પ્રોસેડિંગ વંચાણે લઈ બહાલી આપવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2023-24 ના વાર્ષિક હિસાબો વંચાણે લઇ બહાલી આપવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા ચોપડા છપાવી વિતરણ કરવામાં આવ્યું હતું. આ ચોપડા છપાવવાના કામમાં જે જે સમાજજનોએ આર્થિક સહયોગ આપ્યો હતો એમનું આ તબક્કે સ્વાગત કરી સન્માન કરવામાં આવ્યું હતું. ચોપડા વિતરણમાં જે યુવા મિત્રોએ સમય દાન આપ્યું હતું એમને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. ટ્રસ્ટનું કાર્યાલય બની શકે અને શૈક્ષણિક કામો થઈ શકે એ માટે સરકારી પડતર જમીન હોય એવી ગ્રામ પંચાયતમાં જમીન માટે માગણી મૂકવાનું ઠરાવવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની યાદી અપડેટ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સમાજના વડીલો દ્વારા જે વિદ્યાર્થી સન્માન કરવામાં આવે છે એમાં યુવાનોએ સંપૂર્ણ સહકાર જાહેર કરી મદદરૂપ થવાનું નક્કી કર્યું હતું. આ જનરલ સભામાં નવા 9 આજીવન સભ્યો ઉમેરાયા હતા. સમાજ વિકાસમાં યુવા મિત્રોની ભાગીદારી વધારી સંગઠનને વધારે મજબૂત બનાવવાનું નક્કી કર્યું હતું. આ સભામાં સમૂહ લગ્નના પ્રચાર પ્રસાર માટે કુલ સાત સભ્યોની સમિતિ બનાવવામાં આવી હતી. આ સમિતિનું કામકાજ સમિતિના સભ્યોને સમજાવવામાં આવ્યું હતું. આગામી સમયમાં જે રાત્રિ સભાઓ યોજવાની છે એમાં આ સમિતિના સભ્યો ખાસ હાજર રહી સમુહ લગ્નના ફાયદાઓ સમજાવશે. પ્રમુખ સ્થાનેથી અતુલભાઇએ હાજર સૌ સભ્યોનો આભાર માની સતત આવી રીતે સમાજના વિકાસ માટે સમય ફાળવ્યો એ માટે ખાસ પ્રોત્સાહક વાતો રજૂ કરી આભાર વિધિ કરી હતી. સભાના અંતે સૌ ભોજન લઈ છૂટા પડ્યા હતા.

આપણા સૌ મિત્રોની મહેનત, દાતાઓનો સહયોગ , અને સમાજના સંકલન થી આપણે ચોપડા છપાવીને વિતરણ કરવાના ચાલું કરી દીધા છે.બાવન ગામ ર...
06/12/2024

આપણા સૌ મિત્રોની મહેનત, દાતાઓનો સહયોગ , અને સમાજના સંકલન થી આપણે ચોપડા છપાવીને વિતરણ કરવાના ચાલું કરી દીધા છે.

બાવન ગામ રાવળ યોગી સમાજ ના વિદ્યાર્થીઓ સુધી આપણે પહોંચી શકયા એનો આનંદ છે.

સૌ મિત્રોનો આભાર અને ધન્યવાદ્

રાજવી રવિકુમાર રાવળ....રુઘનાથપુર અજમેલભાઈ સાંકળાભાઇની પૌત્રી.....રવિની દીકરી હવે આપણી વચ્ચે રહી નથી.....ઈશ્વરે કુમળું ફુ...
05/25/2024

રાજવી રવિકુમાર રાવળ....

રુઘનાથપુર અજમેલભાઈ સાંકળાભાઇની પૌત્રી.....

રવિની દીકરી હવે આપણી વચ્ચે રહી નથી.....

ઈશ્વરે કુમળું ફુલ લઈ લીધું છે.....

ભગવાન ને ગમ્યું એ ખરું...

પ્રભુ પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રભુ પ્રાર્થના....

ઓમ શાંતિ.....🙏🙏

મેઘરજ તાલુકાના લખીપુર ગામે થી આપ શ્રી મુકેશભાઈ સોમાભાઈ રાવળ તરફથી રૂપિયા 5100/- ચોપડા છપાવી લાવીને વિતરણ કરવા માટે મળ્યા...
05/24/2024

મેઘરજ તાલુકાના લખીપુર ગામે થી આપ શ્રી મુકેશભાઈ સોમાભાઈ રાવળ તરફથી રૂપિયા 5100/- ચોપડા છપાવી લાવીને વિતરણ કરવા માટે મળ્યા છે. આપનો ખૂબ ખૂબ આભાર...... સમાજ પ્રત્યે આપની લાગણીને વંદન કરીએ છીએ...... ધન્યવાદ

નમસ્કાર,શ્રી ધીરુભાઈ કેશાભાઇ પંચાલ ( નિવૃત્ત શિક્ષકશ્રી, પંચાયત સભ્ય શિણાવડ ગ્રામ પંચાયત) અને શ્રી રમેશભાઈ પરથીભાઇ ખાંટ ...
05/22/2024

નમસ્કાર,

શ્રી ધીરુભાઈ કેશાભાઇ પંચાલ ( નિવૃત્ત શિક્ષકશ્રી, પંચાયત સભ્ય શિણાવડ ગ્રામ પંચાયત) અને શ્રી રમેશભાઈ પરથીભાઇ ખાંટ (સરપંચ શ્રી - ગ્રામ પંચાયત શીણાવાડ) આપ બન્ને સજ્જનોએ અમારા ટ્રસ્ટને ચોપડા વિતરણની પ્રવૃત્તિમાં જે આર્થિક સહકાર આપ્યો છે એ વંદનીય છે. શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિત માટે આપે આપેલા યોગદાનને હમેશા યાદ રાખીશું. ધન્યવાદ . જય ભોલે

આજે તારીખ:19-05-2024 ને રવિવાર ના રોજ મેઘરજ મુકામે ગેલીમાતાના મંદિરે સમય:- 11:00 કલાકે " બાવન ગામ રાવળ યોગી યુવા વિકાસ ટ...
05/19/2024

આજે તારીખ:19-05-2024 ને રવિવાર ના રોજ મેઘરજ મુકામે ગેલીમાતાના મંદિરે સમય:- 11:00 કલાકે " બાવન ગામ રાવળ યોગી યુવા વિકાસ ટ્રસ્ટ" ની કારોબારી સભા ટ્રસ્ટ ના પ્રમુખ અતુલભાઇ રાવળ ના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કોરમ થતા સભાનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું.
સભામાં ગત સભાનું proseding વંચાણે લઇ બહાલી આપવામાં આવી. હિસાબો વંચાણે લઇ મજૂર રાખવામાં આવ્યા. ચોપડા છપાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો.3500નંગ ચોપડાં છપાવી લાવવાનું ઠરાવવામાં આવ્યું. વિતરણ ની વ્યવસ્થા નક્કી કરવામાં આવી. યુવાનોની જનરલ સભામાં બહોળી સંખ્યામાં યુવાનો હાજર રાખવાનું ઠરાવ્યું. વિદ્યાર્થી સન્માન ની નવીન યોજનાની ચર્ચા કરી. વિદ્યાર્થી સન્માનની નવીન યોજના જનરલ સભામાં મૂકવામાં આવશે. ચોપડા નું વિતરણ વેકેશન ખૂલતા પહેલા ચાલુ થાય એ માટે ચોપડાના કામને ઝડપથી પૂર્ણ કરવામાં આવશે. પ્રમુખ શ્રી અતુલભાઇ રાવળ એ સૌ કારોબારી સભ્યોએ કીમતી સમય ફાળવી હાજરી આપી એ માટે સૌનો આભાર માની સભાને પૂર્ણ જાહેર કરી. બપોરે 1:00 વાગે સભા પૂર્ણ કરી સૌ છૂટા પડ્યા.

હર હર મહાદેવ, ૐ નમ: શિવાય.

અભિનંદન
05/17/2024

અભિનંદન

આપણા યુવા મિત્ર શ્રી ભાવેશભાઈ રણછોડભાઈ રાવળ,ગામ: રોલા થી રૂપિયા 500/- નું યોગદાન નોંધાવે છે. હંમેશા ટ્રસ્ટ ના કામે સહકાર...
05/14/2024

આપણા યુવા મિત્ર

શ્રી ભાવેશભાઈ રણછોડભાઈ રાવળ,ગામ: રોલા થી રૂપિયા 500/- નું યોગદાન નોંધાવે છે. હંમેશા ટ્રસ્ટ ના કામે સહકાર આપતા મિત્ર નો ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

🙏🙏 હર હર મહાદેવ 🙏🙏

સમાજ માટે આપનું યોગદાન વંદનીય છે.......સમાજ માટે આપની લાગણીને વંદન છે.આપ સૌ મિત્રો પણ મદદરૂપ થઈ શકો છો..........વધુ વિગત...
05/09/2024

સમાજ માટે આપનું યોગદાન વંદનીય છે.......

સમાજ માટે આપની લાગણીને વંદન છે.

આપ સૌ મિત્રો પણ મદદરૂપ થઈ શકો છો..........

વધુ વિગતો માટે,:9727309044

આપ સૌ પણ મદદરૂપ થઈ શકો છો....અમારો સંપર્ક કરી શકો છો: 9727309044
04/24/2024

આપ સૌ પણ મદદરૂપ થઈ શકો છો....

અમારો સંપર્ક કરી શકો છો: 9727309044

Address

Dallas, TX

Telephone

+19727309044

Website

Alerts

Be the first to know and let us send you an email when Bavan Gaam Raval Yogi Yuva Vikas Trast posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Bavan Gaam Raval Yogi Yuva Vikas Trast:

Share

Category