DDO Surat

DDO Surat Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from DDO Surat, Government Official, District Panchayat Office, Surat.

31/03/2026

ગુજરાતમાં વિવિધ રેલ પ્રકલ્પોની ભેટથી રાજ્યમાં રેલવે કનેક્ટિવિટીને નવો બુસ્ટ મળશે. આ પરિયોજનાઓ પેસેન્જર અને ટ્રાન્સપોર્ટના વહનને વધુ સરળ અને સુગમ બનાવશે. જેનાથી રાજ્યની આર્થિક પ્રગતિને નવો વેગ મળશે.

31/03/2026

ગુજરાતના શહેરો હવે બનશે વધુ સ્માર્ટ અને વર્લ્ડ-ક્લાસ!

₹૫,૩૦૦ કરોડથી વધુના ખર્ચે રોડ, પાણી અને ગ્રીન સ્પેસ જેવી આધુનિક માળખાકીય સુવિધાઓથી જન સુખાકારીમાં મોટો વધારો થશે. શહેરી જનજીવન વધુ સુખમય બનશે.

31/03/2026

રાણકી વાવ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને શર્મિષ્ઠા તળાવ પર વોટર પ્રોજેક્શન શો દ્વારા ગુજરાતના ભવ્ય વારસાને આધુનિક ઓળખ મળી છે. આ પહેલથી પર્યટન અને સ્થાનિક રોજગારી વધશે તેમજ આપણી સાંસ્કૃતિક વિરાસત વિશ્વસ્તરે ગૂંજશે.

31/03/2026
31/03/2026

સ્માર્ટ સિટી ગાંધીનગરને મળશે વર્લ્ડ ક્લાસ રિવરફ્રન્ટની ભેટ!

આ પ્રોજેક્ટ શહેરની સુંદરતા વધારવાની સાથે ગ્રીન સ્પેસ અને વોક-વે જેવી સુવિધાઓથી નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ'ને નવું સ્તર આપશે. પ્રકૃતિ અને આધુનિકતાનો આ અજોડ સંગમ છે.

31/03/2026

સેમીકંડક્ટર ક્ષેત્રે આ નવો પ્લાન્ટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે. તે ગુજરાતને દેશના સેમિકોન હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્લાન્ટ 'મેક ઈન ઈન્ડિયા'ની સફળતાનો એક મજબૂત પુરાવો છે.

31/03/2026

ઈડર-બડોલી બાયપાસ ઉત્તર ગુજરાત માર્ગ પરિવહનના નેટવર્કને એક નવી મજબૂતી આપશે તેમજ તેને સુરક્ષિત અને ઝડપી બનાવશે. આ પરિયોજનાથી અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે અને વિકાસને નવી દિશા મળશે.

31/03/2026

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે રાજ્યની હાઈસ્પીડ એક્સપ્રેસ કનેક્ટિવિટીનું એક સશક્ત ઉદાહરણ છે. તેનાથી ન માત્ર ધોલેરા અને અમદાવાદ પરંતુ સમગ્ર રાજ્યના આર્થિક વિકાસને એક નવી ગતિ અને દિશા મળશે.

31/03/2026

ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રે ₹૨૦,૦૦૦ કરોડના પ્રોજેક્ટ ગુજરાતના લાખો નાગરિકોનું 'ઇઝ ઓફ લિવિંગ' અપગ્રેડ કરશે. આ પ્રકલ્પો નાગરિકોની જનસુખાકારીમાં વધારો સુનિશ્ચિત કરશે.

31/03/2026

સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના પરિજનો માટે આધુનિક ‘આશ્રય સ્થાન’ કાર્યરત કરવામાં આવ્યું છે. હવે પરિવારો રહેવા-જમવાની ચિંતા વગર પોતાના સ્વજનની સારવાર પર ધ્યાન આપી શકશે. આ સુવિધાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે.

30/03/2026

શૌર્યની ભૂમિ પર વિકાસનો સૂર્યોદય, અગ્રેસર ગુજરાતનો નવો અધ્યાય...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે શૌર્ય અને સરહદની ભૂમિ વાવ-થરાદ ખાતેથી ગુજરાતના સર્વાંગી વિકાસને વેગ આપતા ઐતિહાસિક પ્રકલ્પોની ભેટ...

₹19,800 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

🗓️ તારીખ: 31 માર્ચ, 2026
📍 સ્થળ: નાણી, વાવ-થરાદ

26/03/2026

અભિનંદન ગુજરાત!!

આપણું ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરનારું દેશનું બીજું રાજ્ય બન્યું...

માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં UCCના અમલથી સમાનતાનું સૂત્રધાર બન્યું ગુજરાત...

Address

District Panchayat Office
Surat

Alerts

Be the first to know and let us send you an email when DDO Surat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share