29/08/2020
બહુજન આંદોલનની પાયાની ઇંટ - માન્યવર દીના ભાણા
-------------------------------------------
માન્યવર દીના ભાણા સાહેબ, બામસેફ (The All India Backward And Minorities Communities Employees Federation) ના સંસ્થાપક સદસ્ય - જેમના થકી બહુજન આંદોલનને સાહેબ કાંશીરામ મળ્યા, જેમને કાંશીરામને બાબાસાહેબના વિચારોથી અવગત કરાવ્યા અને તેમની સાથે મળીને બાબાસાહેબના વિચારોને દેશભરમાં ફેલાવ્યા. સમગ્ર ભારતમાં વ્યવસ્થા પરિવર્તનું એક આંદોલન ઉભું કર્યું, જેણે બહુજનોને સત્તાના શિખર સુધી પહોંચાડ્યા.
આજે પુરા દેશમાં જય ભીમ, જય મૂળનિવાસીની જે આગ લાગી છે, તેનો શ્રેય વાલ્મિકી સમાજમાં જન્મેલા માન્યવર દીના ભાણાને જાય છે.
તેઓના પિતા સવર્ણોના ત્યાં દૂધ દોહવા જતા હતા, જેથી તેઓને પણ ભેંસ પાળવાની ઈચ્છા થઇ, પિતાને જીદ કરીને તેઓએ પણ ભેંસ ખરીદાવી. પણ બીજા જ દિવસે ભેંસ વેચી દેવી પડી. કેમ?? કેમ કે તેમના પિતા જે સવર્ણના ત્યાં દૂધ દોહવા જતા હતા, તેણે તેઓને બોલાવીને કીધું કે તમે સુવર પાલવાવાળા લોકો ભેંસ પાળીને અમારી બરાબરી કરશો?? આ ભેંસ વેચી દે, અને દબાવના કારણે તેમના પિતાને ભેંસ વેચી દેવી પડી. આ ઘટના બહુ મોટો પ્રભાવ પડ્યો દીના ભાણા પર, અને તેઓ ઘર છોડીને દિલ્હી ચાલ્યા ગયા.
ત્યાં તેમણે બાબાસાહેબના ભાષણો સાંભળ્યા અને સાંભળીને તેઓને લાગ્યું કે આ જ એ વ્યક્તિ છે જે જાતિવાદને સમાપ્ત કરી શકે છે. 1956માં આગ્રામાં આપેલ ભાષણમાં બાબાસાહેબે કીધું હતું કે, "મને મારા ભણેલા-ગણેલા લોકોએ દગો આપ્યો છે" - જેણે દીના ભાણાને બહુ વિચલિત કર્યા હતા. બાબાસાહેબના નિર્વાણ બાદ ફરતા ફરતા તેઓ પુના આવી પહોંચ્યા અને DRDO માં સફાઈ કર્મચારી તરીકે નોકરી શરૂ કરી. જ્યાં કાંશીરામ સાહેબ પહેલા વર્ગના અધિકારી તરીકે નોકરી કરી રહ્યા હતા, પરંતુ તેઓ બાબાસાહેબથી પુરી રીતે અજાણ હતા. તે સમયે બુદ્ધ જ્યંતી અને આંબેડકર જ્યંતિની રજાઓ રદ થવાના કારણે, દીનાભાણાએ આંદોલન કર્યું અને જેના કારણે તેમને નોકરીમાંથી બેદખલ કરવામાં આવ્યા. આ વાત પર કાંશીરામનું ધ્યાન હતું, તેઓએ દીના ભાણાને પૂછ્યું કે, આ બાબાસાહેબ કોણ છે જેમના લીધે તારી નોકરી ચાલી ગઈ??
ત્યારે દીના ભાણાના સાથી ડી.કે.ખારપડે એ તેઓને બાબાસાહેબ લિખિત "જાતીભેદનો ઉચ્છેદ" પુસ્તક ભેંટ કર્યું. આ કિતાબ કાંશીરામે એક જ રાતમાં ઘણીં વખત વાંચી, જેણે કાંશીરામની જિંદગી બદલી નાખી.
ત્યારબાદ કાંશીરામ સાહેબે નોકરી છોડી દીધી અને દીના ભાણા, ડી.કે.ખારપડે અને બીજા સાથીઓ સાથે મળીને અનુસૂચિત જાતિ-જનજાતિ, પછાત વર્ગ અને ધાર્મિક લઘુમતી સમુદાયના સરકારી કર્મચારીઓનું એક સંગઠન "બામસેફ" બનાવીને બાબાસાહેબના વિચારોને ઘર-ઘર સુધી જન-જન સુધી પહોંચાડી દીધા.
આ મહામાનવનું પરિનિર્વાણ 29 ઓગસ્ટ 2006ના દિવસે થયું હતું.
જો દીના ભાણા ન હોત ના બામસેફ હોત અને ના જ વ્યવસ્થા પરિવર્તનનું આ આંદોલન હોત. જય ભીમનો આ સ્વાભિમાની નારો પણ ગાયબ થઇ ગયો હોત. તેઓના પરિનિર્વાણ દિવસ પર આ બહુજન નાયકને સત સત નમનસહ અંજલી.
સંદર્ભ : દલિત દસ્તક, મૂળનિવાસી નાયક
સંપાદન : કુંદન
પોસ્ટ લિંક :
માન્યવર દીના ભાણા સાહેબ, બામસેફના સંસ્થાપક સદસ્ય – જેમના થકી બહુજન આંદોલનને સાહેબ કાંશીરામ મળ્યા, જેમને કાંશીરામ...