28/12/2022
આજે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 138 માં સ્થાપના દિવસ અને કોંગ્રેસ સેવાદળ ના 100 માં સ્થાપના દિવસ નિમિત્તે પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા પાટણ જિલ્લા કોંગ્રેસ સેવાદળ દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવી ને ધ્વજવંદન કરી ને પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉજવવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શંકરજી ઠાકોર શહેર પ્રમુખ ભરતભાઈ ભાટિયા જિલ્લા સેવાદળ પ્રમુખ વિનોદ ઠાકોર શંખેશ્વર તથા યંગબ્રિગેડ પ્રમુખ અમિત પ્રજાપતિ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા અશ્વિનભાઈ પટેલ સરવણજી ઠાકોર રાહુલ બારોટ જયમીન પટેલ રામસંગજી જાડેજા હરેશભાઈ બારોટ સારજીજી ઠાકોર ભાવેશભાઈ ગોઠી કોશિક સોની વગેરે આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કોંગ્રેસ તથા સેવાદળ ના સ્થાપના દિવસ ને રાષ્ટ્રીય ધ્વજ ને સલામી આપી ઉજવણી કરવામાં આવી હતી