Collector Kheda

Collector Kheda Official Page of Collector Kheda

આજે સિવિલ હોસ્પિટલ,નડિયાદ ખાતે 'આરોગ્ય સ્વાગત કાર્યક્રમ' અંતર્ગત સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ, ડાકોર ની વિવિધ વિભાગોની સર્વગ્ર...
21/01/2026

આજે સિવિલ હોસ્પિટલ,નડિયાદ ખાતે 'આરોગ્ય સ્વાગત કાર્યક્રમ' અંતર્ગત સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલ, ડાકોર ની વિવિધ વિભાગોની સર્વગ્રાહી સમીક્ષા કરી.

નાગરિકોને મળતી આરોગ્ય સેવાઓ વધુ સુદ્રઢ અને સુલભ બને તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.

જિલ્લા વહીવટી તંત્ર,ખેડા અને અમૂલ ડેરીના સહયોગથી "ગામનો નિર્ધાર,સહકાર થી સાકાર" અભિયાન અંતર્ગત પોષણ મિત્રો દ્વારા આંગણવા...
20/01/2026

જિલ્લા વહીવટી તંત્ર,ખેડા અને અમૂલ ડેરીના સહયોગથી "ગામનો નિર્ધાર,સહકાર થી સાકાર" અભિયાન અંતર્ગત પોષણ મિત્રો દ્વારા આંગણવાડીઓની મુલાકાત લેવામાં આવી રહી છે.બાળકોને 'પોષણ કીટ'નું વિતરણ કરી આંગણવાડી કાર્યકરો સાથે કુપોષિત બાળકોની વિશેષ કાળજી અંગે સઘન ચર્ચા કરી, માહિતી મેળવી રહ્યા છે.
#ગામનોનિર્ધારસહકારથીસાકાર

ખેડાના માન. સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને અને માન. ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં 'દિશા' (DISHA...
19/01/2026

ખેડાના માન. સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને અને માન. ધારાસભ્યશ્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં 'દિશા' (DISHA) સમિતિની બેઠક યોજાઈ. જેમાં જુલાઈ થી ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન થયેલા વિકાસકામોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.

દેશની સરહદોના રક્ષક એવા આપણા પૂર્વ સૈનિકોના માનમાં નડિયાદ બીએપીએસ મંદિર ખાતે 'પૂર્વ સૈનિક સંમેલન'માં સહભાગી થયો. માતૃભૂમ...
18/01/2026

દેશની સરહદોના રક્ષક એવા આપણા પૂર્વ સૈનિકોના માનમાં નડિયાદ બીએપીએસ મંદિર ખાતે 'પૂર્વ સૈનિક સંમેલન'માં સહભાગી થયો. માતૃભૂમિ કાજે સર્વોચ્ચ બલિદાન આપનાર શહીદ વીરોનાં પરિવારોનું સન્માન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરી.

નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપીમાન. મુખ્યમંત્રીશ્રી અને મહેસૂલ રાજ્યમંત્રીશ્રીએ કલેક્ટર...
17/01/2026

નડિયાદ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજરી આપી
માન. મુખ્યમંત્રીશ્રી અને મહેસૂલ રાજ્યમંત્રીશ્રીએ કલેક્ટર કોન્ફરન્સમાં આપેલ સૂચના મુજબ નાગરિકોની સુવિધા માટે હવેથી દરેક સરકારી કચેરીમાં અઠવાડિયામાં ૨ દિવસ 'પબ્લિક ડે' તરીકે ઉજવાશે.તમામ અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી.

જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને અમૂલ ડેરીના સહયોગથી "ગામનો નિર્ધાર–સહકાર થી સાકાર" અભિયાનના ભાગરૂપે અમારા પોષણ મિત્રોએ આંગણ...
17/01/2026

જિલ્લા વહીવટી તંત્ર ખેડા અને અમૂલ ડેરીના સહયોગથી "ગામનો નિર્ધાર–સહકાર થી સાકાર" અભિયાનના ભાગરૂપે અમારા પોષણ મિત્રોએ આંગણવાડીઓની મુલાકાત લઈ બાળકોને 'પોષણ કીટ' વિતરીત કરી અને વાલીઓ સાથે બાળકના પોષણ સ્તરને સુધારવા માટે સંવાદ કર્યો.
#ગામનોનિર્ધારસહકારથીસાકાર

જિલ્લા વહીવટીતંત્ર અને અમૂલના સહકારથી આજે મામલતદાર કચેરી,વસો ખાતે  મિશન કુપોષણમુક્ત ખેડા અંગેના કાર્યક્રમમાં હાજરી આપી.ત...
21/11/2025

જિલ્લા વહીવટીતંત્ર અને અમૂલના સહકારથી આજે મામલતદાર કચેરી,વસો ખાતે મિશન કુપોષણમુક્ત ખેડા અંગેના કાર્યક્રમમાં હાજરી આપી.તમામ દૂધ ઉત્પાદક સભાસદોને અપીલ કરી કે 'આશીર્વાદ પાત્ર'માં દુધદાન કરી, કુપોષિત બાળકોને પોષણનો આશીર્વાદ આપો.
#ગામનો‌‌‌‌‌‌નિર્ધારસહકારથીસાકાર

"સરદાર@૧૫૦:યુનિટી માર્ચ" સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે માતર વિધાનસભાની ૧૨ કિ.મી.ની યુનિટી માર્ચ વસોના પલાણા ગ્રા...
21/11/2025

"સરદાર@૧૫૦:યુનિટી માર્ચ"
સરદાર પટેલની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે માતર વિધાનસભાની ૧૨ કિ.મી.ની યુનિટી માર્ચ વસોના પલાણા ગ્રામ પંચાયતથી સરદાર ચોક પીજ સુધી યોજાઈ. આ પદયાત્રામાં માન.સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ અને માન.ધારાસભ્યશ્રી કલ્પેશભાઇ પરમાર સાથે મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો.

મતદાર યાદીની શુદ્ધિ માટે ચાલી રહેલા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત, અમારા BLO ફીલ્ડમાં ખંતપૂર્વક કાર્ય કરી રહ્યા છે. ...
11/11/2025

મતદાર યાદીની શુદ્ધિ માટે ચાલી રહેલા ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત, અમારા BLO ફીલ્ડમાં ખંતપૂર્વક કાર્ય કરી રહ્યા છે. ગણતરી ફોર્મ્સ દ્વારા સરળતાથી નોંધણી પ્રક્રિયામાં સહાયતા ચાલુ છે.તમારા સક્રિય સહયોગથી જ આ ઝુંબેશને વેગ મળશે.

ગુજરાત રાજ્યના મહેસૂલ અને પંચાયત મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ પોતાના અને પરિવારના  ગણતરી ફોર્મ ભરીને BLO ને આપ્યા.લોકશાહીન...
09/11/2025

ગુજરાત રાજ્યના મહેસૂલ અને પંચાયત મંત્રીશ્રી સંજયસિંહ મહિડાએ પોતાના અને પરિવારના ગણતરી ફોર્મ ભરીને BLO ને આપ્યા.લોકશાહીના આ પર્વમાં, ઘરે આવતા BLO કર્મચારીઓને જરૂરી સહકાર આપીને તમારી મતદાન નોંધણી કરાવો.

૧૧૬- નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં BLOશ્રી દ્વારા SIR કાર્યક્રમ હેઠળ "Marked Voters"યાદીના મતદારોને ઘરે-ઘરે જઈને ફોર્મ ભર...
08/11/2025

૧૧૬- નડિયાદ વિધાનસભા મતવિસ્તારમાં BLOશ્રી દ્વારા SIR કાર્યક્રમ હેઠળ "Marked Voters"યાદીના મતદારોને ઘરે-ઘરે જઈને ફોર્મ ભરવા અને નોંધણી કરાવવામાં સહાય કરવામાં આવી.

ખેડા જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં બુથ લેવલ અધિકારીઓ દ્વારા ઘેર ઘેર જઈને ગણતરી ફોર્મના વિતરણનો કાર્યક્રમ શરૂ થઈ ગ...
05/11/2025

ખેડા જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારોમાં બુથ લેવલ અધિકારીઓ દ્વારા ઘેર ઘેર જઈને ગણતરી ફોર્મના વિતરણનો કાર્યક્રમ શરૂ થઈ ગયો છે.મતદાર યાદીની સુધારણા પ્રક્રિયામાં આ એક મહત્વનું પગલું છે.જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી કરીએ છીએ કે આ BLOને સંપૂર્ણ સહયોગ આપી,ક્ષતિવિહીન મતદારયાદી બનાવીએ

Address

District Collector Office
Nadiad
387002

Alerts

Be the first to know and let us send you an email when Collector Kheda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Collector Kheda:

Share