Women and Child Officer Arvalli

Women and Child Officer Arvalli Regarding the promotion of Gujarat Govt.'s schemes

અરવલ્લી જિલ્લામાં બાલિકાઓના સશકિતકરણ અને જાગૃતિ માટે "રાષ્ટ્રીય બાલિકા" દિવસની ઉજવણી કરવામાં આવી તેમજ સરકારી હોસ્પિટલમાં...
24/01/2026

અરવલ્લી જિલ્લામાં બાલિકાઓના સશકિતકરણ અને જાગૃતિ માટે "રાષ્ટ્રીય બાલિકા" દિવસની ઉજવણી કરવામાં આવી તેમજ સરકારી હોસ્પિટલમાં જન્મ થયેલ દીકરીઓને "દીકરી વધામણા કીટ" તથા વ્હાલી દીકરી યોજનાનું ફોર્મનું વિતરણ કરવામાં આવેલ.

WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli DDO ARAVALLI Info Aravalli GoG

સ્થળ:- મુક્તિ શીલા બુનિયાદી શાળા, વરથલી, તા.-મેઘરજ, જિ-અરવલ્લી કાર્યક્રમનો વિષય:- "બેટી બચાવો બેટી પઢાઓ" યોજના અંતર્ગત "...
24/01/2026

સ્થળ:- મુક્તિ શીલા બુનિયાદી શાળા, વરથલી, તા.-મેઘરજ, જિ-અરવલ્લી

કાર્યક્રમનો વિષય:- "બેટી બચાવો બેટી પઢાઓ" યોજના અંતર્ગત "રાષ્ટ્રીય બાલિકા દિવસની" ઉજવણીનો જાગૃતિ કાર્યક્રમ

લાભાર્થી (વર્ગ):- શાળાની દીકરીઓ

કાર્યક્રમની વિગત:- કાર્યક્રમમાં દીકરીના જન્મને પ્રોત્સાહન, સર્વાંગી વિકાસ, આત્મવિશ્વાસ, પૂરતું શિક્ષણ,આરોગ્ય અને સુરક્ષા અંગે માર્ગદર્શન આપી ભેદભાવ મુક્ત સમાજની રચના માટે જાગૃતિ લાવવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી હેઠળ ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી અને તેનો ગામમાં વધુમાં વધુ લોકો સાથે પ્રચાર - પ્રસાર કરવામાં આવે તેનો ખ્યાલ આપવામાં આવ્યો. શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૧ થી ૮ સુધીની એવી દીકરીઓ કે જેમણે શિક્ષણ ક્ષેત્રે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ હાંસલ કર્યો હોય તેમજ રમતગમત ક્ષેત્રે વિશેષ પ્રદાન કરી શાળાનું નામ ઉજાગર કર્યું હતું તેવા વિદ્યાર્થીનીઓને ઈનામ વિતરણ કરી સન્માનિત કરવામાં આવી હતી.

WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli DDO ARAVALLI Info Aravalli GoG

WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli DDO ARAVALLI Info Aravalli Go...
23/01/2026

WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli DDO ARAVALLI Info Aravalli GoG

ગુજરાત સરકારની મહત્વકાંક્ષી “વ્હાલી દીકરી યોજના” નો લાભ મળે તે માટે છેવાડાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સરળતાથી ફોર્મ ભરી ...
22/01/2026

ગુજરાત સરકારની મહત્વકાંક્ષી “વ્હાલી દીકરી યોજના” નો લાભ મળે તે માટે છેવાડાના પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સરળતાથી ફોર્મ ભરી શકે તે હેતુથી આ વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. ગામમાંથી કુલ ૨૧૯ લાભાર્થીઓ હાજર રહેલ જેમાં:-
1.વહાલી દીકરીના ભરેલ ફોર્મ ની સંખ્યા : ૨
2. દીકરીના નવા આધાર કાઢવેલની સંખ્યા :૪૦
3. વિધવા બહેનના સહાય બંધ થયેલ હોય તપાસ કરાવ્યા ની સંખ્યા : ૨
4. મેરેજ પ્રમાણપત્ર અંગે કાર્યવાહી કરેલ ની સંખ્યા : ૯
5. એક વર્ષ કરતા વધુ ઉંમરના દીકરી દીકરાના આધારકાર્ડ કઢાવેલની સંખ્યા : ૧૭
6. સુકન્યા સમૃદ્ધિ યોજના ની સહાય માટે મદદ કરેલ લાભાર્થી ની સંખ્યા : ૭
7.વિવિધ યોજનાની જાણકરી આપવામાં આવી.

WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli DDO ARAVALLI Info Aravalli GoG

🛑અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2026🛑👉 જો તમારી પાસે સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનજીઓ છે અને જો મહિલાઓના સમાજિક આર...
22/01/2026

🛑અરજી કરવાની છેલ્લી તારીખ 31/1/2026🛑

👉 જો તમારી પાસે સ્વૈચ્છિક સંસ્થા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનજીઓ છે અને જો મહિલાઓના સમાજિક આર્થિક સશક્તિકરણ અર્થે સારી કામગીરી કરી છે તો તમે નિયમોનુસાર એવોર્ડ માટે અરજી કરી શકો છો.

👉 તમે જો એક સામાજિક કાર્યકર છો અને જો મહિલાઓના સમાજિક આર્થિક સશક્તિકરણ અર્થે સારી કામગીરી કરી છે તો તમે નિયમોનુસાર એવોર્ડ માટે અરજી કરી શકો છો.

✳️જાહેરાત અને અરજી ક્યાં કરવી તેની વિગતો આ 👇🏻લિંકમાંથી ડાઉનલોડ કરી શકાશે✳️
https://drive.google.com/file/d/1pcEuo07ls3klqz3-kkBJC9Emm1aMgNEQ/view?usp=drivesdk

WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli DDO ARAVALLI Info Aravalli GoG

માન.કલેક્ટરશ્રી ના અધ્યક્ષ સ્થાને "મિશન શક્તિ યોજના" ની જિલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિ તથા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ...
17/01/2026

માન.કલેક્ટરશ્રી ના અધ્યક્ષ સ્થાને "મિશન શક્તિ યોજના" ની જિલ્લા કક્ષાની દેખરેખ અને નિયંત્રણ સમિતિ તથા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC) યોજનાની જિલ્લા કક્ષાની દેખરેખ અને મૂલ્યાંકન સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં મિશન શક્તિ યોજના અંતર્ગત સખી વન સ્ટોપ સેન્ટર(OSC), બેટી બચાવો બેટી પઢાવો(BBBP), 181 અભયમ મહિલા હેલ્પલાઈન(WHL), સંકલ્પ ડીસ્ટ્રીક હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન યોજના(DHEW) ઓની કામગીરીની સમીક્ષા કરાઈ હતી. બેઠકમાં વ્હાલી દીકરી યોજનાનો વ્યાપ વધારવા તેમજ બાલિકા પંચાયતને સક્ષમ બનાવવાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું તેમજ મહિલા કલ્યાણની યોજનાઓનો મહત્તમ પ્રચાર-પ્રસાર માટે જરૂરી સૂચનો આપવામાં આવ્યાં હતા.
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli Bhanuben Babariya DDO ARAVALLI SP Arvalli Info Aravalli GoG

અરવલ્લી જિલ્લાના કઉ ગામ ખાતે વ્હાલી દીકરી યોજનામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા સમજ આપી કેમ્પ...
16/01/2026

અરવલ્લી જિલ્લાના કઉ ગામ ખાતે વ્હાલી દીકરી યોજનામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા સમજ આપી કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli Info Aravalli GoG

અરવલ્લી જિલ્લાના અમલાઈ ગામ ખાતે વ્હાલી દીકરી યોજનામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા સમજ આપી કે...
16/01/2026

અરવલ્લી જિલ્લાના અમલાઈ ગામ ખાતે વ્હાલી દીકરી યોજનામાં પાત્રતા ધરાવતા લાભાર્થીઓને જરૂરી ડોક્યુમેન્ટ એકત્ર કરવા સમજ આપી કેમ્પનું આયોજન કરવામાં આવેલ.

WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli Info Aravalli GoG

"વ્હાલી દીકરી યોજના, રૂ.1 લાખ 10 હજારની સહાય" WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat C...
13/01/2026

"વ્હાલી દીકરી યોજના, રૂ.1 લાખ 10 હજારની સહાય"

WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli Info Aravalli GoG

સ્થળ:- સાગવા, તા.- મોડાસા, જિ.- અરવલ્લી કાર્યક્રમ:- સંકલ્પ હબ દ્વારા સરકારી કુમાર છાત્રાલયમાં (વિકસતી જાતિ) માનસિક સ્વાસ...
13/01/2026

સ્થળ:- સાગવા, તા.- મોડાસા, જિ.- અરવલ્લી

કાર્યક્રમ:- સંકલ્પ હબ દ્વારા સરકારી કુમાર છાત્રાલયમાં (વિકસતી જાતિ) માનસિક સ્વાસ્થ્ય અને જીવન કૌશલ્ય અંતર્ગત વ્યાપક જાગૃતિ સેમિનારનું આયોજન

લાભાર્થી - છાત્રાલયના વિધાર્થીઓ

કાર્યક્રમની વિગત:- કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આજના સમયની જરૂરી જીવન કૌશલ્ય અને માનસિક સ્વાસ્થ્ય અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી. DHEW ની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓના અધિકારો અને સંબંધિત કાયદા, કારકિર્દી માર્ગદર્શન, સાયબર સુરક્ષા, ડિજિટલ જાગૃતિ તેમજ વ્યક્તિગત સલામતી વિષયક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર માર્ગદર્શન આપવામાં આવ્યું તેમણે વિદ્યાર્થીઓને લક્ષ્ય નિર્ધારણ, આત્મવિશ્વાસ અને સ્વાવલંબન તરફ પ્રેરણા આપી. મેન્ટલ હેલ્થના મેમ્બર દ્વારા માનસિક સંતુલન જાળવવાની પદ્ધતિઓ, ક્રોધ નિયંત્રણ, ભાવનાત્મક સ્થિરતા, તણાવ વ્યવસ્થાપન, માનસિક વિકારોની પ્રાથમિક ઓળખ અને તેના નિવારણ અંગે સરળ અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને થતી માનસિક અશાંતિ, ભય અને દબાણમાંથી બહાર આવવાના ઉપાયો અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli Info Aravalli GoG

સ્થળ:- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,સાકરિયા, તા.-મોડાસા, જિ.-અરવલ્લી કાર્યક્રમનો વિષય:- “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સત...
31/12/2025

સ્થળ:- જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,સાકરિયા, તા.-મોડાસા, જિ.-અરવલ્લી

કાર્યક્રમનો વિષય:- “કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી (અટકાવ,નિવારણ અને પ્રતિબંધ) અધિનિયમ- ૨૦૧૩” અંતર્ગત જાગૃતિ સેમીનાર

લાભાર્થી (વર્ગ):- માધ્યમિક શાળાની શિક્ષિકા બહેનો

કાર્યક્રમની વિગત:- PoSH act અંતર્ગત સેમીનારમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના વકીલશ્રીઓ દ્વારા કાયદા અંતર્ગત ની જોગવાઈઓ અને આંતરિક સમિતિ, સ્થાનિક સમિતિની રચના, અરજીની પ્રક્રિયા વગેરેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી.

PoSH act અંતર્ગત ની સ્થાનિક સમિતિના સભ્યશ્રી ડૉ.દિપ્તીબેન ઉપાધ્યાય દ્વારા શિક્ષિકાઓ , દીકરીઓ નીડર બની જાતીય સતામણીની ઘટનાઓ બને તો હિંમતભેર સામનો કરી કાયદાનો ઉપયોગ કરવા પર ભાર મુકવામાં આવ્યો.

જિલ્લા શિક્ષણ શિક્ષણાધિકારી શ્રી ડૉ.ઉષાબેન ગામીત દ્વારા શિક્ષણ શ્રેત્રે મહિલાઓ પોતે નિડર બની પોતાની ભૂમિકા અદા કરે અને શાળાઓમાં કાયદા અંતર્ગતની જોગવાઈઓ વિશે વિધાર્થીઓને માહિતગાર કરી મુલ્યનિષ્ઠ શિક્ષણ મળે તેના વિશે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું.

જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી દ્વારા દરેક શાળાઓમાં જ્યાં ૧૦ થી વધુ કર્મચારીશ્રીઓ હોય ત્યાં આંતરિક સમિતિનું ગઠન કરવાનું બાકી હોય તે કરવા અને તે અંગેનું બોર્ડ કચેરી બહાર જોઈ શકાય તે રીતે લગાવવામાં જણાવવામાં આવ્યું તેમજ આvi જાતીય સતામણીનો ભોગ મહિલાઓ અને વિધાર્થીઓ ના બને તે માટે સુરક્ષાત્મક પગલાં લેવા વિશે જણાવવામાં આવ્યું.

PoSH act અંતર્ગત જિલ્લા કક્ષાએ રચાયેલ સ્થાનિક સમિતિના અધ્યક્ષ શ્રી વનીતાબેન પટેલ દ્વારા મહિલાઓ આત્મનિર્ભર બને તેમજ આત્મવિશ્વાસ થી આવતી મુશ્કેલીઓનો સામનો કરી શકે અને વિધાર્થીઓમાં ભણતરની સાથે યોગ્ય ઘડતર થાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

સેમીનારમાં જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના અધ્યક્ષ શ્રી દ્વારા દરેક શાળાઓમાં આ કાયદા અંતર્ગત જાગૃતિ ફેલાવી વિધાર્થીનીઓ તેમજ શિક્ષિકા બહેનો જાગૃતિ બne તે સમયની માંગ પ્રમાણે પોતાની ભૂમિકા નિભાવે તે પર ભાર મુકવામાં આવ્યો. સેમિનારમાં “પ્રતિકાર” ફિલ્મ દર્શાવવામાં આવી અને મહિલાલક્ષી યોજનાની માહિતીની વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli Info Aravalli GoG

સ્થળ:- ઘાંચી સમાજ હોલ, તા.-મોડાસા, જિ.-અરવલ્લી કાર્યક્રમનો વિષય:- “ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ આપતો કાયદો અધિનિયમ-...
30/12/2025

સ્થળ:- ઘાંચી સમાજ હોલ, તા.-મોડાસા, જિ.-અરવલ્લી

કાર્યક્રમનો વિષય:- “ઘરેલું હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ આપતો કાયદો અધિનિયમ-૨૦૦૫” અંતર્ગત જાગૃતિ સેમીનાર કરવામાં આવ્યો

લાભાર્થી (વર્ગ):- ઘાંચી સમાજની બહેનો અને દીકરીઓ

કાર્યક્રમની વિગત:- કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના વકીલ શ્રીઓ દ્વારા બહેનોને ઘરેલું હિંસા અધિનિયમ-2005 અંતર્ગત કાયદાની સંપૂર્ણ જાણકારી આપી તેમજ પી.આઇ શ્રી દ્વારા ઉપસ્થિત બહેનોને પોતાની સલામતી માટે મહિલા પોલીસ ટીમ કેવી રીતે કાર્યરત છે તેમજ SHE ટીમની જાણકારી આપી ઉપરાંત જિલ્લા મહિલા બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત મહિલાઓની સલામતી માટે 181 અભયમ હેલ્પલાઇન તેમજ મહિલાલક્ષી વિવિધ યોજનાની વિસ્તૃતમાં જાણકારી આપી શિક્ષણ નું મહત્વ અને શિક્ષણના માધ્યમથી મહિલા પોતાના સમાજમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની વિસ્તૃતમાં જાણકરી આપવામાં આવી હતી. સેમીનારમાં સ્થાનિકના કોર્પોરેટરશ્રી, સામાજિક આગેવાનો, મહિલા મંડળના સભ્યો સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat Collector Arvalli Info Aravalli GoG

Address

A/S/18, 2ND FLOOR , JILLA SEVA SADAN, SAMLAJI Road
Modasa
383315

Alerts

Be the first to know and let us send you an email when Women and Child Officer Arvalli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Organization

Send a message to Women and Child Officer Arvalli:

Share