Info Junagadh GoG

Info Junagadh GoG page of District Information Office, Junagadh, Government of Gujarat

જૂનાગઢમાં પંચેશ્વર રોડ, મેઘાણી નગર સ્થિત મહિલા આઈ.ટી.આઈ. સંસ્થા ખાતે તાલીમાર્થી બહેનોની રાર્જનાત્મકતા, કૌશલ્ય અને આત્મવિ...
02/06/2026

જૂનાગઢમાં પંચેશ્વર રોડ, મેઘાણી નગર સ્થિત મહિલા આઈ.ટી.આઈ. સંસ્થા ખાતે તાલીમાર્થી બહેનોની રાર્જનાત્મકતા, કૌશલ્ય અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવા માટે ઉમદા હેતુસર ફેશન શો અને એક્ઝિબિશન- વર્ષ ૨૦૨૬ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં તાલીમાર્થીઓએ વિવિધ સામાજિક, સાંસ્કૃતિક અને આધુનિક વિષયોને આવરી લેતી અનોખી થીમ આધારિત ફેશન શોની આકર્ષક રજૂઆત કરી હતી.

આ ઉપરાંત તાલીમાર્થીઓ દ્વારા વિવિધ વ્યવસાયલક્ષી અને નવતર વિષયો પર તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ્સનું પ્રદર્શન પણ યોજાયું હતું. આ પ્રદર્શિત કૃતિઓ અને મોડેલ્સની ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ તથા મુલાકાતીઓએ ખૂબ જ સરાહના કરી હતી.

આ પ્રકારના કાર્યક્રમ દ્વારા તાલીમાર્થીઓની પ્રતિભા, ટેકનિકલ કુશળતા અને વર્જનાત્મક અભિગમને ઉજાગર કરવાની ઉત્તમ તક મળી હતી.

ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી પ્રિયેશ વાળાના માર્ગદર્શન હેઠળ શ્રી રાજેશ સતાસીયા, શ્રી હિંમતસિંહ ભાટી, શ્રી શીતલ પટોડિયા, શ્રી શ્વેતા કુકડિયા, શ્રી અંજના ટાંક, શ્રી દિશા બંસલ, શ્રી મિતેશ ડોડિયા, શ્રી નિકુંજ ભેંસદડીયા, શ્રી રિચા લીંબાસીયા, શ્રી મીનાક્ષી આમરશેડા સહિતના સ્ટાફના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

મહિલા આઈ.ટી.આઈ., જૂનાગઢ ખાતે હાલમાં કમ્પ્યુટર, ફેશન ડિઝાઇનિંગ, બ્યુટી એન્ડ વેલનેસ, સીવણ અને ફિઝિયોથેરપી સહિતના રોજગારલક્ષી કોર્સોમાં તાલીમ આપવામાં આવે છે. તાલીમાર્થી બહેનોને અભ્યાસ દરમિયાન રાજ્ય સરકારશ્રીની વિવિધ સહાયકારી યોજનાઓ જેવી કે રૂ.૧૫,૦૦૦/- જેટલી શિષ્યવૃત્તિ નમો કૌશલ્ય લક્ષ્મી યોજના અંતર્ગત સ્ટાઈપેન્ડ અને બસ પાસનો લાભ પણ આપવામાં આવે છે.

સંસ્થા દ્વારા મહિલાઓને કૌશલ્ય આધારિત તાલીમ આપી તેમને સ્વરોજગાર અને રોજગારી માટે સક્ષમ બનાવવાના સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારના કાર્યક્રમો તાલીમાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા તેમજ તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમ આચાર્યશ્રી, ઔદ્યોગિક તાલીમ સંસ્થા જૂનાગઢ (મહિલા) ની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

દેશની આઝાદી આડે હજુ સવાએક દાયકાની વાર હતી. તે અરસામાં જૂનાગઢ નવાબના દરબારમાં ફળની એક પ્રજાતિ રજૂ થવાની હતી. શાહી ઠાઠમાઠ ...
02/06/2026

દેશની આઝાદી આડે હજુ સવાએક દાયકાની વાર હતી. તે અરસામાં જૂનાગઢ નવાબના દરબારમાં ફળની એક પ્રજાતિ રજૂ થવાની હતી. શાહી ઠાઠમાઠ સાથે નવાબ અને દરબારીઓ સમક્ષ રજૂ કરાઈ અને સર્વે તેનો આસ્વાદ માણે છે. તેનો સ્વાદ અને સોડમ અદ્વિતીય લાગી. જે આજે પણ સ્વાદરસિકોના હૃદય પર રાજ કરે છે - તે એટલે આપણી ગીરની 'કેસર'.

જૂનાગઢના નવાબ મહોબત ખાનજી ત્રીજાએ કશ્મીરના કેસર જેવા રંગને જોઈ આ કેરીને કેસર નામ આપ્યું. પરંતુ આ પહેલા પણ કેસરની શાહી સફરની શરૂઆત થઈ ચૂકી હતી.

આ સંદર્ભમાં વધુ વિગતે વાત કરતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના બાગાયત વિભાગના ડીન શ્રી ડી.કે. વરૂ કહે છે કે, કેસરની ઐતિહાસિક સફરની શરૂઆત ૧૯૩૦ના અરસામાં શરૂઆત થઈ હતી. એ સમયે જૂનાગઢના વજીરના પદે સાલેભાઈ કાર્યરત હતા. તેઓ મે મહિનામાં વંથલીની ઓઝત નદીના કાંઠે આવેલી ચામસી અને રવાયું સીમમાં પોતાની વાડીની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમના બાજુના જ ખેતરમાં આંબાનો વેડો એટલે કે કેરીને ઝાડ પરથી ઉતારવાની કામગીરી ચાલતી હતી. તેમની પારખું નજર બગીચામાં ચાર આંબા એવા હતા તેની કેરીઓ અન્ય ઝાડ કરતા સાવ જુદી અને આકર્ષક હતી. જેથી તેમણે એ ચાર ઝાડની કેરીઓ અલગ રખાવી અને પોતાના ઘરે મંગાવી લીધી.

સાલેભાઈ આ કેરીઓને કુદરતી રીતે પકવે છે અને પોતાના પરમ મિત્ર અને માંગરોળ સ્ટેટના નવાબ શેખ જહાંગીર મિયાને ભેટમાં આપે છે. પછીની ઘટના માંગરોળ સ્ટેટના દરબારમાં ઘટે છે. અહીં શેખ જહાંગીર મિયાંએ સર્વે દરબારીઓને આ કેરીઓનો ટેસ્ટ કરાવે છે. જે સૌને ખૂબ પસંદ આવ્યો એટલું જ નહીં પણ અદ્વિતીય લાગ્યો. એટલે માંગરોળ સ્ટેટના નવાબ અને દરબારીઓએ આ કેરીને નામ આપવાનું નક્કી કર્યું. આમ, અહીં કેસરનું પ્રથમ નામકરણ 'સાલેભાઈની આંબડી' થાય છે. ઉપરાંત સાલેભાઈને ખિતાબથી પણ નવાજે છે.

ડો. વરૂ જણાવે છે કે, આ ઘટનાની જાણ જૂનાગઢના નવાબને થાય છે, તેઓ પણ ખૂબ બાગાયતનો શોખ ધરાવતા હતા. એટલે રાજ્યના બાગાયતના નિષ્ણાંત કહી શકાય તેવા ડો. આયંગરને બોલાવ્યા અને કેરીની આ જાત વિશે વિશેષ તપાસ સોંપે છે. ડો. આયંગર સાલેભાઈ પાસેથી આ કેરી વિશેની વિગતો મેળવે છે અને બંને વંથલીની ચામસી અને રવાયું સીમની મુલાકાત લે છે. જેને કેસરનું જન્મ સ્થળ પણ કહી શકાય.

આ સમયે કેરીનું હાર્વેસ્ટિંગ થઈ ગયું હતું એટલે કેરી તો બાગમાં હતી નહીં પરંતુ ડો. આયંગરે જે ચાર આંબાના વિશિષ્ટ ઝાડ હતા. તેમાંથી એ સમયની પ્રચલિત પદ્ધતિ મુજબ 'ભેટ કલમ' (જેને લોકો ડબ્બા પદ્ધતિ તરીકે પણ ઓળખે છે) તૈયાર કરી. ડો. આયંગરે આ ચાર ઝાડમાંથી ૯૦ જેટલી કલમો બનાવડાવી અને તેમાંથી ૭૫ જેટલીનો સફળ રીતે ઉછેર પણ થયો.

આ કલમોને નવાબની સૂચના મુજબ ડો. આયંગરે આજના સક્કરબાગ, ભવનાથમાં લાલઢોરીના ફાર્મ ઉપરાંત સરદાર બાગ, મધડીબાગ વગેરે જગ્યાએ વાવેતર કરવામાં આવ્યું. આ વાવેતર ૧૯૩૦ની આસપાસના સમયમાં કરવામાં આવ્યું હતું. અને પછી યોગ્ય માવજતથી ત્રણ-ચાર વર્ષમાં ફળ આવવાનું શરૂઆત પણ થઈ ગઈ.

ડો. આયંગર આંબાવાડીઓમાંથી કેરી ઉતરવા માંડતા ખુશ હતા. હવે ફરી જે માંગરોળના દરબારમાં ઘટના ઘટી હતી તે ફરી જૂનાગઢમાં પુનરાવર્તિત થવા જઈ રહી હતી. ડો. આયંગરે ભારે ઉત્સાહ સાથે નવાબના દરબારમાં કેરીઓ રજૂ કરી નવાબના નિર્દેશ મુજબ સૌ દરબારીઓને તેનો ટેસ્ટ કરાવવામાં આવ્યો. તેના અંતે તેમના અભિપ્રાયો પણ લેવામાં આવ્યા. આમ, આ કેરીના જે ગુણધર્મો સામે આવ્યા તેના આધારે કેસર નામકરણ થયું. તે દિવસ હતો ૨૫- મે ૧૯૩૪. એટલે ૨૫- મેના રોજ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા કેસરના જન્મદિવસની ઉજવણી પણ કરવામાં આવે છે. ડો. વરૂ કહે છે કે, કદાચ વિશ્વની પહેલી ઘટના હશે કે કોઈ ફળનો જન્મદિવસ ઉજવવામાં આવતો હોય. જે આપણા માટે ગૌરવપ્રદ છે.

ડો. વરૂ ઉમેરે છે કે, નવાબના દરબારમાં અસલમાં બે જાતની કેરી રજૂ કરવામાં આવી હતી. પણ બીજી જાત હતી તે કેસરની સરખામણીએ થોડી નબળી હતી. એટલે દરબારીઓએ અભિપ્રાયના આધારે તે સ્વીકૃતિ પામી ન હતી હતી.

ડો. વરૂ રૂપ, રંગ અને સ્વાદમાં કેસર અજોડ હોવાનું ઉલ્લેખ કરતા રહે છે કે, કેસરનો આકાર એક સુંદર સ્ત્રી એટલે કે રાણી કે પરી જેવો છે. જે બીજી કેરીઓમાં જોવા મળતો નથી. પાકે ત્યારે એ આછા લીલા કલરની હોય છે અને તેની છાલ સંપૂર્ણપણે પીળી થતી નથી. આછો લીલો કલર અને ઉપર ભભૂતિ એટલે ખૂબ મનોહર લાગે છે. કશ્મીરમાં જે કેસર થાય છે તેના જેવો જ તેના પલ્પનો કલર હોય છે, ગોટલી એકદમ નાની અને બીજું તેના પલ્પ કે છાલમાં બિલકુલ રેસા હોતા નથી. જ્યારે અન્ય કેરીઓની જાતમાં રેસાનું પ્રમાણ વધારે જોવા મળે છે. ઉપરાંત પલ્પ પણ એટલો રસાળ અને સ્મુધ હોય છે કે તેને સુધારીને ચમચી વડે પણ આરોગી શકો. જ્યારે કેસર ખાધા પછી આપણા આંગળીઓની અંદર જે કેરીનો ભાગ ચોંટી ગયો હોય તેની સુગંધ પણ કલાકો સુધી લઈ શકાય છે. આમ સ્વાદ, સુગંધ, પોષક તત્વો, દેખાવ વગેરે ગુણધર્મોને ધ્યાને લઈ 'કેસર' નામ આપવામાં આવ્યું હતું.

નવાબ માત્ર 'કેસર' નામકરણ કરીને અટક્યા નહીં પરંતુ તેમણે ડો. આયંગરને 'કેસર ' જેવી કેરીની અન્ય કોઈ જાત વિશ્વમાં છે કે નહીં ? તેનો દેશ પરદેશમાં અભ્યાસ કરવા માટે મોકલ્યા. પરિણામે ડો. આયંગર જે વિસ્તારમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે તેવા ટ્રોપિકલ- સબ ટ્રોપિકલ વિસ્તારમાં ટાંચા સાધનો વચ્ચે ત્રણ -ચાર વર્ષ સુધી પ્રવાસ કરે છે અને તેના અંતે એક રિપોર્ટ સબમિટ કરે છે. તેમાં તેમણે નોંધ્યું છે કે, મારી જે નિષ્ણાંતતા છે તે મુજબ સમગ્ર વિશ્વમાં ૧૮૯૭ જેટલી કેરીની જાત છે તેમાં 'કેસર' જેવી એક પણ નથી. આમ, કેસરની શ્રેષ્ઠતા ઉપર મહોર લાગે છે.

કોઈપણ સંશોધન થયા પછી તેના વિસ્તરણનો તબક્કો આવે છે એટલે કે, તેને ખેડૂતો સુધી પહોંચાડવું. એટલે નવાબ મહાશિવરાત્રીના મેળામાં આવતા ખેડૂતો- ભાવિકોને કેસરની કલમો આપવા માટે એક ખાસ સ્ટોલ ઉભો કરાવે છે. જેમાં ડો. આયંગર તેમના સ્ટાફ મારફત ખેડૂતોને ૨૫ કે ૫૦ પૈસામાં કેસરની કલમો પૂરી પાડે છે. ઉપરાંત નવાબે સૌરાષ્ટ્રના જે રજવાડાઓ હતા તેઓને પણ કેસરની કલમો ભેટ સ્વરૂપે મોકલી આપી. જેમાં ભાવનગર, પોરબંદર, જામનગર, ગોંડલ વગેરે રાજ્યોને કેસરની કલમો મોકલવામાં આવી હતી. પોરબંદરના આદિત્યાણાની નજીકમાં આવેલા એક ગામમાં નટવરબાગમાં આજે પણ ઓરીજનલ કેસર હયાત છે.

તેઓ ઉમેરે છે કે, આજે પણ કેસરના ઘણા ઓરીજનલ ઝાડ હયાત છે, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કેટલાક ફોર્મ ઉપરાંત કાળવા ચોકમાં જે ચર્ચ આવેલું છે ત્યાં પણ જોવા મળે છે.

તેમણે જણાવ્યું કે, કેસર કેરીને જીઆઈ ટેગ એટલે કે જીયોગ્રાફિકલ ઇન્ડિકેશન અપાવવા માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રી કોર્પોરેશન સાથે મળીને એક ભારત સરકારમાં પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. તેના આધારે આપણી કેસર કેરીને ઓળખ મળવાથી તેને કાયદાકીય સંરક્ષણ પણ પ્રાપ્ત થયું છે. જેથી માત્ર જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ૭ તાલુકાના ખેડૂતો જ ગીરની કેસર નામે વેચાણ કરી શકે છે. કેસરને વર્ષ ૨૦૧૧માં જીઆઈ ટેગ પ્રાપ્ત થયો હતો.

તેમણે જણાવ્યું કે, ક્લાઈમેટ ચેન્જના પરિણામે કેસર કેરી સામે થોડા પડકારો ઊભા થયા છે, તે દિશામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જરૂરી સંશોધનો હાથ ધરવામાં આવ્યા છે. ખાસ કરીને સમયસર ફ્લાવરિંગ અને ફ્રુટ સેટીંગનો પ્રશ્ન જોવા મળી રહ્યો છે. તેના ઉકેલના દિશામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. સંશોધન મુજબ કેસરના બગીચામાં વચ્ચે 'વનરાજ' જાતના આંબાનું વાવેતર કરવામાં આવે તો ફ્રુટ સેટિંગ ખૂબ સરસ રીતે થાય છે. એટલે કે, ફ્લાવરિંગ બાદ ફળનું બંધારણ અને તેનો વિકાસ યોગ્ય રીતે થાય. ટૂંક સમયમાં આ સંશોધન વિગતવાર પ્રસિદ્ધ કરવામાં આવશે.

અંતમાં તેમણે જણાવ્યું કે, કેસરનું ગીર સિવાયના પ્રદેશમાં પણ વાવેતર વધી રહ્યું છે. ખાસ કરીને કચ્છમાં તેનું ઘણું વાવેતર થયું છે, રાણાવાવથી ભાણવડ વચ્ચેના ડુંગરાળ વિસ્તારો ઉપરાંત ડુંગરાળ વિસ્તારોમાં મોરમવાળી જમીનમાં પણ કેસરના નવા પોકેટ્સ વિસ્તરી રહ્યા છે. આંબાને નિતારવાળી જમીન અને સૂકું વાતાવરણ વધારે માફક આવે છે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં વિવિધ પ્રજા...
02/06/2026

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્ય સહિત જૂનાગઢ જિલ્લામાં વિવિધ પ્રજાલક્ષી કાર્યક્રમો યોજાનાર છે. આ સંદર્ભે જૂનાગઢ જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ ચૌધરીના અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઇ હતી.
વિકસિત ભારતના સંકલ્પને લોક સહભાગીતા પ્રાપ્ત થાય અને છેવાડાના માનવી પણ આ સંકલ્પોમાં ભાગીદાર બને તે માટે વિકસિત ભારત સંકલ્પ સંમેલન, પ્રગતિપથયાત્રા, જન કલ્યાણ શિબિર યોજનાર છે.
જેમાં તા. ૮ થી ૧૪ જૂન ૨૦૨૬ દરમિયાન પ્રગતિ પદયાત્રા, વિકસિત ભારત સંકલ્પ સંમેલન, તા. ૧૨ થી ૨૦ જૂન દરમિયાન ત્રણ દિવસ જન કલ્યાણ શિબિર યોજાનાર છે. આ ઉપરાંત એક પેડ મા કે નામ અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન, સરકારની સિદ્ધિઓની પ્રદર્શની યોજાશે.

જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ આ સમગ્ર કાર્યક્રમના સુચારુ આયોજન માટે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. કલેક્ટરશ્રીએ આ કાર્યક્રમના અસરકારક અમલીકરણ માટે જરૂરી સૂચનાઓ આપવાની સાથે માર્ગદર્શન કર્યું હતું. કલેકટરશ્રી જન કલ્યાણ શિબિરમાં વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ નાગરિકો સુધી પહોંચે,વિકસિત ભારતના સંકલ્પને લોક સહભાગીતા પ્રાપ્ત થાય તેમજ છેવાડાના માનવીને વિવિધ સંકલ્પમાં વધુમાં વધુ ભાગીદાર થાય એ અંગે જરૂરી પણ દિશાનિર્દેશ આપ્યા હતા.

આ સમગ્ર અભિયાનની પુર્ણાહુતિ ૨૧ જૂન- આંતરરાષ્ટ્રીય યોગ દિવસના રોજ થશે. આ દિવસે તાલુકા કક્ષાએ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ કાર્યક્રમોના સંદર્ભે અસરકારક અમલીકરણ માટે વિવિધ સમિતિની રચના પણ કરવામાં આવી છે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર સુશ્રી બી.એસ. બારડ, મુખ્ય કારોબારી અધિકારી શ્રી કે.વી. બાટી, પ્રાંત અધિકારી શ્રી ચરણસિંહ ગોહિલ સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

01/06/2026

જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરી- ૨૦૨૭ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.

જિલ્લા કલેકટરશ્રી વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સહભાગી બની, સ્વયં વડલા ગામે મકાન માલિકના ઘરે પહોંચ્યા હતા, પ્રતિકાત્મક રીતે વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાતા તેમણે ઘરે હાજર વડારિયા પરિવારના બહેન પાસેથી વસ્તી ગણતરી અંતર્ગતની માહિતી મેળવી હતી, સાથે જ મેળવેલી માહિતીને મોબાઈલમાં માધ્યમથી અપલોડ પણ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સહજ સંવાદ સાધી વસ્તી ગણતરીની વિગતો મેળવી હતી અને સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ છે, તેના ભાગરૂપે આજે ગણતરીકાર સાથે રહીને વસ્તી ગણતરી અંતર્ગતની વિગતો ભરી હતી. તેમણે જણાવ્યું કે, વસ્તી ગણતરીની પ્રક્રિયા બહુ સરળ છે મોબાઈલ ફોનના માધ્યમથી જ હાઉસ લિસ્ટિંગ સહિતની અન્ય પ્રક્રિયા થોડા જ સમયમાં પૂર્ણ થઈ જાય છે.

તેમણે જૂનાગઢ જિલ્લાના નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ શિક્ષકો સહિતના કર્મચારી વસ્તી ગણતરી માટે આવે ત્યારે તેમને સહયોગ કરે અને યોગ્ય માહિતી આપે. વસ્તી ગણતરીનો આ ડેટા દેશના ભવિષ્ય અને નીતિ ઘડતર માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ માહિતીના આધારે જનકલ્યાણ માટેની નીતિઓનું ઘડતર થશે.

ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મકાન, મકાનની સ્થિતિ, મકાનનો ઉપયોગ, વીજળી, પાણી, શૌચાલય, વગેરે મૂળભૂત સુવિધાઓ અને ઉપલબ્ધ ભૌતિક સાધનોની વિગતો એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં વ્યક્તિગત માહિતી એકત્ર કરવાનો બીજો તબક્કો શરૂ થશે.

જિલ્લા કલેક્ટરશ્રીએ આ મુલાકાત દરમિયાન વાડલા ગામના આગેવાનો અને અન્ય અધિકારીઓ સાથે ગામના વિકાસ કાર્યો ઉપરાંત અન્ય પાયાની સુવિધાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

આ તકે વડલાના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી ઇન્દુબેન ભરતભાઈ ચાવડા, પ્રાંત અધિકારી શ્રી કે.પી. ગોહિલ, મામલતદાર શ્રી સુરેશભાઈ ખાંભલા, વસ્તી ગણતરીના માસ્ટર ટ્રેનર શ્રી ડોડીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વસ્તી ગણતરીકાર પૂનમબેન ચોચા, સુપરવાઇઝર શ્રી રાજેશભાઈ અધેરા સહિત ગ્રામ આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરી- ૨૦૨૭ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ ...
01/06/2026

જિલ્લા કલેકટર શ્રી યોગેશ ચૌધરીએ વસ્તી ગણતરી- ૨૦૨૭ના પ્રથમ તબક્કાનો જૂનાગઢ જિલ્લામાં વંથલીના વાડલા ગામેથી વિધિવત પ્રારંભ કરાવ્યો હતો.

જિલ્લા કલેકટરશ્રી વસ્તી ગણતરીની પ્રક્રિયામાં સહભાગી બની, સ્વયં વડલા ગામે મકાન માલિકના ઘરે પહોંચ્યા હતા, પ્રતિકાત્મક રીતે વસ્તી ગણતરીની કામગીરીમાં જોડાતા તેમણે ઘરે હાજર વડારિયા પરિવારના બહેન પાસેથી વસ્તી ગણતરી અંતર્ગતની માહિતી મેળવી હતી, સાથે જ મેળવેલી માહિતીને મોબાઈલમાં માધ્યમથી અપલોડ પણ કરી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ સહજ સંવાદ સાધી વસ્તી ગણતરીની વિગતો મેળવી હતી અને સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર ગુજરાત રાજ્યની સાથે જૂનાગઢ જિલ્લામાં પણ વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાની શરૂઆત થઈ છે, તેના ભાગરૂપે આજે ગણતરીકાર સાથે રહીને વસ્તી ગણતરી અંતર્ગતની વિગતો ભરી હતી. તેમણે જણાવ્યું કે, વસ્તી ગણતરીની પ્રક્રિયા બહુ સરળ છે મોબાઈલ ફોનના માધ્યમથી જ હાઉસ લિસ્ટિંગ સહિતની અન્ય પ્રક્રિયા થોડા જ સમયમાં પૂર્ણ થઈ જાય છે.

તેમણે જૂનાગઢ જિલ્લાના નાગરિકોને ખાસ અપીલ કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ શિક્ષકો સહિતના કર્મચારી વસ્તી ગણતરી માટે આવે ત્યારે તેમને સહયોગ કરે અને યોગ્ય માહિતી આપે. વસ્તી ગણતરીનો આ ડેટા દેશના ભવિષ્ય અને નીતિ ઘડતર માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ માહિતીના આધારે જનકલ્યાણ માટેની નીતિઓનું ઘડતર થશે.

ઉલ્લેખનીય છે કે, વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં મકાન, મકાનની સ્થિતિ, મકાનનો ઉપયોગ, વીજળી, પાણી, શૌચાલય, વગેરે મૂળભૂત સુવિધાઓ અને ઉપલબ્ધ ભૌતિક સાધનોની વિગતો એકત્રિત કરવામાં આવશે. ત્યારબાદ ફેબ્રુઆરી માસમાં વ્યક્તિગત માહિતી એકત્ર કરવાનો બીજો તબક્કો શરૂ થશે.

જિલ્લા કલેક્ટરશ્રીએ આ મુલાકાત દરમિયાન વાડલા ગામના આગેવાનો અને અન્ય અધિકારીઓ સાથે ગામના વિકાસ કાર્યો ઉપરાંત અન્ય પાયાની સુવિધાઓ અંગે પણ ચર્ચા કરી હતી.

આ તકે વડલાના જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી ઇન્દુબેન ભરતભાઈ ચાવડા, પ્રાંત અધિકારી શ્રી કે.પી. ગોહિલ, મામલતદાર શ્રી સુરેશભાઈ ખાંભલા, વસ્તી ગણતરીના માસ્ટર ટ્રેનર શ્રી ડોડીયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી, વસ્તી ગણતરીકાર પૂનમબેન ચોચા, સુપરવાઇઝર શ્રી રાજેશભાઈ અધેરા સહિત ગ્રામ આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રાજય સરકારના રમત - ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયો...
01/06/2026

રાજય સરકારના રમત - ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર જૂનાગઢ સંચાલિત એડવેન્ચર કોર્સ તા. ૨૫-૦૫-૨૦૨૬ થી તા. ૩૧-૦૫-૨૦૨૬ દરમિયાન જૂનાગઢ ખાતે યોજાયો હતો. જેમાં શ્રી એમ.એચ.પારેખ આદર્શ સ્કુલ ધોરાજીના ૭૨ શિબિરાર્થીઓ તથા વ્યક્તિગત ૦૮ શિબિરાર્થીઓ સહિત કુલ ૮૦ શિબિરમાં જોડાયા હતા. જેમાં મિલન વાગડિયા પાંચ પીપળા, રણજીતસિંહ ઝાલા ધાંગધ્રા, પ્રદીપકુમાર રાજસ્થાન, હસમુખ વેગડ , રોહિત વેગડ સરતાનપુર, સંજય ચૌહાણ રાજુલા, ખુશાલી સુરાણી ભાવનગર, ઋત્વી ડેર ઉપલેટાએ તાલીમ આપી હતી.
પૂર્ણાહુતી કાર્યક્રમમાં પૂર્વ પ્રિન્સીપાલ સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા માં.આબુ ના શ્રી કે.પી.રાજપૂત, ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જ, જૂનાગઢ ઉપેન્દ્રસિંહ રાઠોડના હસ્તે પ્રમાણપત્રો એનાયત કરી તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં શાબ્દિક સ્વાગત માનદ ઇન્સ્ટ્રક્ટર મિલન વાગડિયાએ કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ખુશાલી સુરાણી તથા ઋત્વી ડેર એ કર્યુ હતુ.
શ્રી કે.પી.રાજપૂતે શિબિરાર્થીઓ ને માર્ગદર્શન આપતા જણાવ્યુ હતુ કે, આવી શિબિરોથી નાના બાળકોમાં પોઝીટીવીટી આવે છે સાથે સાથે સેલ્ફ કોન્ફિડન્સ અને સ્ટેજ ફીયર દુર થાય છે. શ્રી ઉપેન્દ્રસિંહ રાઠોડ એ તાલીમાર્થીઓને પ્રોત્સાહન આપતા કહ્યું કે આવી તાલીમ શિબિરોથી બાળકો માં ટીમ ભાવના ખીલે છે તથા એક આદર્શ નાગરિકના ગુણો આવી સાહસિક શિબિરોથી આવે છે. આભાર વિધિ માનદ ઇન્સ્ટ્રક્ટર પ્રદીપકુમારએ કરી હતી.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીના  માર્ગદર્શન હેઠળ માણાવદર તાલુકાના બાંટવા મુકામે યોજાયેલ ૧૫ દિવસીય યોગ સમ...
01/06/2026

ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિશપાલજીના માર્ગદર્શન હેઠળ માણાવદર તાલુકાના બાંટવા મુકામે યોજાયેલ ૧૫ દિવસીય યોગ સમર કેમ્પનો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો.
આ સમર કેમ્પમાં ગુજરાત સરકારના લક્ષ્યાંકને સાકાર કરતાં ૨૫૦થી વધુ બાળકોની નોંધપાત્ર ભાગીદારી રહી હતી. જ્યારે સમાપન સમારોહમાં ૩૫૦ થી વધુ બાળકો, વાલીઓ અને આગેવાનોની ઉપસ્થિતિ રહી હતી.
સમગ્ર ૧૫ દિવસ દરમિયાન ૧૦ દાતાશ્રીઓએ બાળકોને ગિફ્ટ આર્ટિકલ્સનું વિતરણ કર્યું હતું. બાળકો પ્રત્યેનો તેમનો પ્રેમ, સ્નેહ અને સેવાભાવ જોઈ સમગ્ર કાર્યક્રમ ભાવવિભોર બની ગયો હતો.આ પ્રસંગે ડૉ.સુરેજા, શાળાના ટ્રસ્ટીશ્રીઓ, પ્રિન્સિપાલશ્રી, નગરપાલિકાના માજીપ્રમુખશ્રી તેમજ અન્ય આગેવાન મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. તમામ દાતાશ્રીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સેવાભાવનાને હૃદયપૂર્વક બિરદાવવામાં આવી હતી.
સમર કેમ્પને સફળ બનાવવા માટે ૧૦ થી વધુ બહેનોએ નિઃસ્વાર્થ ભાવથી સેવા આપી હતી. તેમના અવિરત પરિશ્રમ, સમર્પણ અને બાળકો પ્રત્યેના પ્રેમ બદલ તેમનું વિશેષ જિલ્લા કો-ઓર્ડીનેટર જયંતિ કાછડીયા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
સમાપન પ્રસંગે સ્પર્ધાઓમાં પ્રથમ થી દસમો ક્રમ મેળવનાર બાળકોને વિશેષ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમજ સૌથી નાની વયના બાળકનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કો-ઓર્ડીનેટર જયંતી કાછડીયાએ સંબોધનમાં તમામ વાલીઓને જીવનભર યોગ સાથે જોડાયેલા રહેવા માટે આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે યોગ માત્ર શરીરની કસરત નથી, પરંતુ મન, બુદ્ધિ અને આત્માને આનંદમય બનાવતી જીવનશૈલી છે. તેમણે "હેપી હોર્મોન્સ" સક્રિય કરવા માટેની સરળ યોગિક અને ધ્યાનની પદ્ધતિઓ સમજાવી હતી, જેથી દરેક પરિવાર આનંદ, સ્વાસ્થ્ય અને શાંતિ સાથે જીવન જીવી શકે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર કેમ્પમાં જોડાયેલા તમામ બાળકોને સમાપન પ્રસંગે પ્રમાણપત્ર (સર્ટિફિકેટ) એનાયત કરવામાં આવ્યા હતા. સાથે સાથે દરેક બાળકને સમર કેમ્પ બુક, ચિત્રલેખન (ડ્રોઇંગ) બુક અને ટોપી પણ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. સમાપન સમારોહ દરમિયાન તમામ બાળકોને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી સર્ટિફિકેટ અને ભેટસામગ્રી પ્રાપ્ત થતાં તેમના ચહેરા પર ખુશી અને ગૌરવની લાગણી સ્પષ્ટપણે જોવા મળી હતી. વાલીઓએ પણ આ સુંદર આયોજન, સંસ્કારમય પ્રવૃત્તિઓ અને બાળકોના સર્વાંગી વિકાસ માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા સમગ્ર આયોજન ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
ઝોન કો-ઓર્ડીનેટર ચેતનાબેન ગજેરા, જિલ્લા કો-ઓર્ડીનેટર જયંતી કાછડીયા, સંચાલિકા કાજલબેન અભિચંદાણી, સહ-સંચાલિકા કાજલબેન ચંદાણી તથા જીગ્નેશભાઈ રાવલના માર્ગદર્શન અને અથાગ મહેનતથી સમગ્ર કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.

  Gujarat Information
01/06/2026



Gujarat Information

31/05/2026

Address

Sardar Bag Nr. Bahumali Bhavan, India
Junagadh

Alerts

Be the first to know and let us send you an email when Info Junagadh GoG posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share