21/07/2026
“હું ગુર્જર ભારતવાસી” — આ માત્ર એક કવિતા નથી, પરંતુ ભારતને સમજવાનો એક જીવનદ્રષ્ટિનો મંત્ર છે.
આ વિચાર આજે આપણા નરેન્દ્રભાઈ મોદી ચરિતાર્થ કરતા દેખાય છે , પરંતુ તેની ગુંજ દાયકાઓ પહેલાં ઉમાશંકર જોશીના શબ્દોમાં સંભળાઈ હતી.
ગાંધીના સત્યાગ્રહથી પ્રેરિત, ટાગોરના વિશ્વમાનવના સ્વપ્નને આત્મસાત કરનાર અને સમય સાથે પોતાના વિચારોને સતત મથનાર ઉમાશંકર જોશી માત્ર કવિ નહોતા; તેઓ એક યુગદ્રષ્ટા હતા.
ગુજરાતમાં જન્મેલા અસંખ્ય લોકો માટે તેઓ પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. જે શિક્ષણવિદો, નીતિ નિર્ધારકો અને સમાજજીવન સાથે નિસબત ધરાવતા લોકો ઉમાશંકર જોશીને વાંચે છે, સમજે છે અને જીવનમાં ઉતારે છે, તેઓ ઇતિહાસની ભૂલોનું પુનરાવર્તન કરતા નથી.
ઉમાશંકર જોશીનું સાહિત્ય માત્ર વાંચવા માટે નથી; તે રાષ્ટ્રને સમજવા અને ભવિષ્ય ઘડવા માટેનું માર્ગદર્શન છે.
#ઉમાશંકરજોશી #હુંગુર્જરભારતવાસી #ગુજરાત #ભારત #રાષ્ટ્રચિંતન #સાહિત્યઅનેસમાજ