10/05/2026
સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા (SDPI) ગુજરાતની મહત્વપૂર્ણ રાજ્યસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠનને મજબૂત બનાવવું, જનસંપર્ક વધારવો અને આવનારા કાર્યક્રમોને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી।
બેઠકમાં Leaders Conclave, Structure મજબૂત બનાવવું, Formation Day, Member Convention અને Outreach જેવા મુદ્દાઓ પર ખાસ ચર્ચા કરવામાં આવી।
બેઠકમાં આ બાબત પર ભાર મૂકવામાં આવ્યો કે SDPI ગુજરાત જનહિતના મુદ્દાઓ, સામાજિક ન્યાય અને બંધારણીય હકો માટેની લડતને વધુ મજબૂત રીતે આગળ વધારશે। નેતાઓએ સંગઠનને બૂથ સ્તર સુધી મજબૂત બનાવવાની તેમજ યુવાનો અને જનતા સાથે સતત સંપર્ક જાળવવાની જરૂરિયાત વ્યક્ત કરી।
આ બેઠકમાં SDPI ના રાષ્ટ્રીય મહાસચિવ અબ્દુલ મજીદ ફૈઝી, ગુજરાત પ્રભારી હાફિઝ અતાઉલ્લાહ સાહેબ, ગુજરાત પ્રમુખ મુફ્તિ અબ્દુલ્લાહ સાહેબ સહિત અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા।
જારી કરનાર:
SDPI Gujarat
Media Department