18/09/2016
ગત વર્ષની જેમ આ વર્ષે પણ કાંગવઇ ગામના દલિયા ફળિયા મુકામે જલારામ યુવક મંડળ દ્વારા , નહેરના પૂલ પાસે ગણેશજી નુ સ્થાપન કરવામાં આવ્યુ હતુ. જેમા સર્વ ગ્રામજનો એ ઉત્સાહ પુર્વક ધામ-ધુમથી પુજન કરીને ગણેશજી ની સ્થાપના કરી હતી.આ વખતે સ્થાપન શ્રી રોહિત મંગુભાઇ પટેલ અને શ્રીમતી તૃપ્તિબેન રોહિતભાઇ પટેલ ના હસ્તક થયુ હતુ. દસ દિવસ સુધી દરરોજ ભક્તિરસ મા આખુ ફળિયુ રંગાઇ ગયુ હતુ. સવાર સાંજ આરતી કરાતી તેમજ થાળ પણ ધરાતો અને પ્રસાદી અપાતી. દરરોજ રાત્રે આરતી બાદ ભજનની રંગત જામતી અને ત્યાર પછી ગરબા રમાતા હતા. અનંત ચૌદસ ના દિવસે શ્રીજીની પ્રતિમાનુ વિસર્જન નીરજ નદીના કાઠે કરવામા આવ્યુ હતુ. અને સર્વ ભક્ત જનો એ આવતા વર્ષે ફરી થી આવજો એમ કહીને વિદાય આપી હતી. વિસર્જન બાદ મહાપ્રસાદ પણ રાખવામા આવ્યો હતો.