05/09/2026
*ભરૂચમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી : શ્રેષ્ઠ શિક્ષકોનું જિલ્લા અને તાલુકા કક્ષાના પારિતોષિકોથી સન્માન કરાયું*
*****
*જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લાના તેજસ્વી અને કર્મઠ શિક્ષકોને સન્માનિત કરાયા*
*આયોજિત સમારોહમાં મહાનુભાવોએ શિક્ષકોના રાષ્ટ્રનિર્માણમાં બહુમૂલ્ય યોગદાનને બિરદાવ્યું*
****
ભરૂચ – શનિવાર - ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ‘શિક્ષક દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં આત્મીય સંસ્કાર હૉલ, ભરૂચ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ડિમ્પલબા રાજના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના તેજસ્વી અને કર્મઠ શિક્ષકોને સન્માનિત કર્યા હતા.
Bharuch CollectorGujarat InformationCMO GujaratDDO Bharuch