Pay Centre Group Shala Badalpur

  • Home
  • Pay Centre Group Shala Badalpur

Pay Centre Group Shala Badalpur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pay Centre Group Shala Badalpur, Public School, BADALPUR, .

ખંભાતના અખાતની નજીક પવિત્ર મહીસાગર નદીના તટ પર આવેલ બદલપુર એક પૌરાણિક ગામ છે. સ્કંદપુરાણમાં ઉલ્લેખ છે કે બદલપુર ગામનું નામ બર્કરેશ્વર મહાદેવના મંદિર ઉપરથી પડેલું છે. આઝાદીના જંગમાં પણ આ ગામના પૂર્વજોએ ભાગ લિધો હતો. અંગ્રેજોના શાસનકાલ દરમિયાન બદલપુર ધીકતું બંદર હતું. આ ગુલામી કાળમાં સને ૧૯૦૯ માં પ્રાથમિક શિક્ષણની શરૂઆત થઇ. એકાદ ધૂપિયા ઓરડાથી શરૂ થયેલી શાળામાં ગાંધીટોપી, પહેરણ અને ધોતીથી સજ્જ ગુરુજ

ીઓ ગાંધીમૂલ્યો અને ધાર્મિક સંસ્કારોનું સિંચન શિક્ષણમાં સહજતાથી વણી લેતા હતા.બુનિયાદી તાલીમ આ શાળાનો પ્રાણ હોવાથી સ્વાવલંબી શિક્ષણ પણ અપાતું.ગાંધીજીના ખાદી પ્રચાર ના રચનાત્મક કાર્યક્રમને શાળાએ સ્વીકાર્યો હતો. તેથી દરરોજ કાર્યનુભાવના તાસમાં કપાસ લોઢવો, કીરી વીણવી, રૂ પીજવુ, પૂણી બનાવવી તથા કાંતવું એવી પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલતી હતી. ધો. ૧ થી ૩ માં તકલીથી તો ધો. ૪ થી ૬ માં રેટિયાથી કાંતવાની પ્રવૃત્તિ થતી.ધો. ૭ માં ખાદી વણવાની પ્રવૃત્તિ થતી. આજ સુધી વણાટ શાળા હયાત હતી.કાંતણની હરીફાઈમાં જિલ્લા કક્ષા સુધી શાલ અવ્વલ નંબરે રહેતી. આજે પણ કન્યાઓ ગરબાની કે ખો-ખો ની સ્પર્ધામાં અચૂક નંબર લાવે છે.
બીજમાંથી વટવ્રુક્ષ બનેલી આ શાળામાં આજે ૨૬ ઓરડા છે. લીમડાનાં વિશાળ વ્રુક્ષો આશ્રમશાળા જેવું વાતાવરણ પુરુ પાડે છે.ફૂલછોડ અને ભીંતચિત્રોથી શાળાનું પર્યાવરણ વિશેષ નિખરી રહ્યું છે.ઉચ્ચ શૈક્ષણીક લાયકાતો ધરાવતો ૨૧ શિક્ષકો તથા ૮૫૦ વિદ્યાર્થીઓ શિક્ષણ અને શિક્ષણેત્તર પ્રવૃત્તિઓમાં હૃદયપૂર્વક સંલગ્ન રહે છે.સંપ,સુહૃદયભાવ અને એકતા શિક્ષકગણનો જીવનમંત્ર છે. શાળા પંચાયત, ગણિત-વિજ્ઞાન મંડળ, ભાષા મંડળ, પ્રાર્થના સંમેલન, વળી- માતૃ સંમેલન, પ્રવાસ-પર્યટન,રમત-ગમત, વિવિધ હરીફાઈઓ, ઉત્ત્સવ ઉજવણી જેવી પ્રવૃત્તિઓથી શાળા ધમધમતી રહે છે.સાંસ્કૃતિક કાર્યક્રમો શાળાની વિશિષ્ટ ઓળખ છે.કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન લેબ, સામાજિક વિજ્ઞાન રૂમ,પુસ્તાક્લય વગેરેનો વિદ્યાર્થીઓભરપૂર લાભ લે છે. ગ્રામજનોના આત્મીય સહકારનું ઉત્તમ ઉદાહરણ અમારા પ્રાર્થના હોલનું નિમાર્ણ છે.૫૦૦૦ ચો.ફૂટનો આ વિશાળ પ્રાર્થના ખંડ ફક્ત લોકભાગીદારીથી ગ્રામજનોના સહકારથી બનીને પૂર્ણતાના આરે પહોંચેલ છે. આદરણીય અધિકારીશ્રીઓ તથા આદરણીય પદાધિકારીશ્રીઓનો પણ ખૂબ સહકાર મળી રહેલ છે.
સાચા અર્થમાં બાળક-પાલક-શિક્ષક અને સંચાલનના સુમેળથી અમારી પે સેન્ટર ગૃપ શાળા બદલપુર પ્રગતિના પંથે છે.

પૂજ્ય રવિશંકર મહારાજના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.મહારાજના જીવન ચરિત્ર અને પ્રસંગો વિશે શ્રી.ગોપાલકૃષ્ણ પંડ્યા સાહેબે...
25/02/2026

પૂજ્ય રવિશંકર મહારાજના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી.
મહારાજના જીવન ચરિત્ર અને પ્રસંગો વિશે શ્રી.ગોપાલકૃષ્ણ પંડ્યા સાહેબે સુંદર માહિતી આપી.

19/02/2026
રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે SIRની કામગીરી  અંતર્ગત  ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપણી સંસ્થાના શિક્ષકશ્રી અશ્વિનભાઈ મનુભાઈ પરમ...
25/01/2026

રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે SIRની કામગીરી અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી બદલ આપણી સંસ્થાના શિક્ષકશ્રી અશ્વિનભાઈ મનુભાઈ પરમારનું માનનીય કેબિનેટ મંત્રી શ્રી રમણભાઈ સોલંકી સાહેબના હસ્તે સન્માન કરવામાં આવ્યું.

23/01/2026
આપણી શાળામાં માતાજીના ઉપાસક માન. શ્રી અમરસિંહ સાહેબ (ભુવાજી) તરફથી બાળકોને પતંગ, ફીરકી, પીપુડીનું વિતરણ કરવામાં આવ્યું. ...
09/01/2026

આપણી શાળામાં માતાજીના ઉપાસક માન. શ્રી અમરસિંહ સાહેબ (ભુવાજી) તરફથી બાળકોને પતંગ, ફીરકી, પીપુડીનું વિતરણ કરવામાં આવ્યું. પ્રસંગે માન.સરપંચશ્રી તથા SMC અધ્યક્ષ અને સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા સૌનો આભાર...

"શિક્ષણના દીવડાનું અકાળે નિર્વાણ"​ખૂબ જ દુઃખ અને ભારે હૈયે જણાવવાનું કે પે સેન્ટર ગૃપ શાળા બદલપુરના કર્મનિષ્ઠ, મૃદુ સ્વભ...
08/01/2026

"શિક્ષણના દીવડાનું અકાળે નિર્વાણ"
​ખૂબ જ દુઃખ અને ભારે હૈયે જણાવવાનું કે પે સેન્ટર ગૃપ શાળા બદલપુરના કર્મનિષ્ઠ, મૃદુ સ્વભાવી અને લોકપ્રિય શિક્ષક શ્રી સુનિતભાઈ ડાહ્યાભાઈ પરમાર તારીખ ૩૧/૧૨/૨૦૨૫ ના રોજ પંચતત્વમાં વિલીન થયા છે.
​તેમના નિધનથી બદલપુર શાળા પરિવારે અને બદલપુર ગામના તમામ બાળકોએ એક ઉમદા માર્ગદર્શક અને પ્રેમાળ શિક્ષક ગુમાવ્યા છે. વિદ્યાર્થીઓના ઘડતરમાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે.
​પરમ કૃપાળુ પરમાત્મા દિવ્ય આત્માને તેમના ચરણોમાં સ્થાન આપી શાંતિ અર્પે અને તેમના શોકગ્રસ્ત પરિવારને આ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ આપે તેવી જ પ્રાર્થના.
​ૐ શાંતિ... શાંતિ... શાંતિ...
​શોકાતુર:
પે સેન્ટર ગૃપ શાળા, બદલપુર.

ચિત્રકામ ની સુંદર પ્રવૃત્તિઓ..માર્ગદર્શન ધો.6થી 8ના ગુરુજીઓ....👍
02/08/2025

ચિત્રકામ ની સુંદર પ્રવૃત્તિઓ..
માર્ગદર્શન ધો.6થી 8ના ગુરુજીઓ....👍

ગામના ધાર્મિક સ્થળોની મુલાકાતનું આયોજન શ્રી. રઈજીભાઈ સાહેબ અને શ્રી. નવીનભાઈ સાહેબ.(ધો.3 થી 5 )
02/08/2025

ગામના ધાર્મિક સ્થળોની મુલાકાતનું આયોજન શ્રી. રઈજીભાઈ સાહેબ અને શ્રી. નવીનભાઈ સાહેબ.
(ધો.3 થી 5 )

Address

BADALPUR

388550

Alerts

Be the first to know and let us send you an email when Pay Centre Group Shala Badalpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your organization to be the top-listed Government Service?

Share