01/09/2026
શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, અંકલેશ્વર ખાતે સાયબર ક્રાઇમ તથા NDPS અંગે જાગૃતિ કાર્યક્રમમાં અંકલેશ્વર શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશન, અંકલેશ્વરના આસિસ્ટન્ટ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અમરસિંહ વાળા તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ ગોહિલ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ તથા માદક પદાર્થોના દુષણ અંગે વિસ્તૃત અને વ્યવહારુ માર્ગદર્શન આપ્યું હતું.