ICDS BLOCK 15

ICDS BLOCK 15 Government Department ICDS (WCD Ministry Gujarat)

Happy Krishna Janmastami to all..
04/09/2026

Happy Krishna Janmastami to all..

✨ *પોષણ ઉત્સવ ૨૦૨૬ – વાનગી નિદર્શન કાર્યક્રમ* ✨આજ રોજ આઈ.સી.ડી.એસ. અમદાવાદ અર્બન ઘટક–૧૫ દ્વારા “પોષણ ઉત્સવ ૨૦૨૬ – વાનગી ...
01/09/2026

✨ *પોષણ ઉત્સવ ૨૦૨૬ – વાનગી નિદર્શન કાર્યક્રમ* ✨

આજ રોજ આઈ.સી.ડી.એસ. અમદાવાદ અર્બન ઘટક–૧૫ દ્વારા “પોષણ ઉત્સવ ૨૦૨૬ – વાનગી નિદર્શન” કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
“પોષણયુક્ત આહાર – સ્વસ્થ પરિવાર – સશક્ત સમાજ”ના સંદેશ સાથે યોજાયેલ આ કાર્યક્રમમાં વિવિધ પૌષ્ટિક વાનગીઓનું સુંદર નિદર્શન કરવામાં આવ્યું.

🌺 મુખ્ય અતિથિ તરીકે બાપુનગર વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય ધારાસભ્યશ્રી દિનેશસિંહ કુશવાહ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે વિશિષ્ટ અતિથિ તરીકે *સરસપૂર રખિયાલ વોર્ડના ભાજપા પ્રભારી તથા પૂર્વ કોર્પોરેટરશ્રી ભાવિકભાઈ પટેલજી, બાપુનગર વોર્ડ ભાજપાના પ્રભારી શ્રી હિમ્મતભાઈ પરિહારજી, સરસપૂર રખિયાલ વોર્ડના કોર્પોરેટરશ્રી રાજકુમાર રાજપૂતજી, કોર્પોરેટરશ્રી ચિરાગભાઈ ઠાકોર તથા તેમના પત્ની દિપ્તીબેન ઠાકોર, કોર્પોરેટરશ્રી ચંદ્રિકાબેન પટેલજી, ભાજપા અમદાવાદ શહેરના સોશિયલ મીડિયા કન્વીનર શ્રી ઊર્મિલભાઈ સોજીત્રાજી, અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના પ્રતિનિધિશ્રી ઉમેશભાઈ ઉપાધ્યાયજી, શ્રી અશ્વિનભાઈ પટેલજી, શ્રી અશોકભાઈ પટેલજી, શ્રી મનોજભાઈ પટેલજી, સરસપૂર રખિયાલ વોર્ડના પ્રદેશિક પ્રતિનિધિશ્રી જયેશભાઈ બારોટજી તથા ભાજપા યુવા મોરચા સરસપૂર રખિયાલ વોર્ડના મહામંત્રીશ્રી વિનોદભાઈ ઠાકોરજી ઉપસ્થિત રહ્યા હતા.

🌷 આઈ.સી.ડી.એસ. અર્બન ઘટક–૧૫ તરફથી મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતી વર્ષાબેન ચૌધરી મેડમ, મુખ્ય સેવિકાશ્રીઓ સોનલબેન, હેતલબેન અને વિશાખાબેન સહિતનો સ્ટાફ તેમજ બ્લોક કો-ઓર્ડિનેટર શ્રી જયવીરસિંહ સાંખલા, શ્રી શાલિન અમિન (એસ.એ.), શ્રી હિતેશભાઈ અલ્ગોતર (ક્લાર્ક) અને શ્રીમતી અમિતાબેન વાઘેલા (PSE) ઉપસ્થિત રહ્યા હતા.

🌼 કાર્યક્રમની વિશેષ ઝલક:
🔸 દીપ પ્રાગટ્ય
🔸 મા અન્નપૂર્ણાજીની આરતી
🔸 પૌષ્ટિક વાનગીઓનું વાનગી નિદર્શન
🔸 મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી દ્વારા આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત તથા કાર્યક્રમની રૂપરેખા રજૂઆત
🔸 મુખ્ય અતિથિશ્રીનું પ્રેરણાદાયી ઉદબોધન
🔸 વાનગી હરીફાઈના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર વિતરણ
🔸 પોષણ અંગે જનજાગૃતિ અને માર્ગદર્શન

🎤 સમગ્ર કાર્યક્રમનું સુંદર એન્કરિંગ તથા સ્ટેજ સંચાલન અને પોષણ શપથનું સંચાલન બ્લોક કો-ઓર્ડિનેટર શ્રી જયવીરસિંહ સાંખલા દ્વારા કરવામાં આવ્યું હતું.

🙏 ઉપસ્થિત તમામ મહાનુભાવો, અધિકારીઓ, મુખ્ય સેવિકાશ્રીઓ, આંગણવાડી કાર્યકર બહેનો તથા સમગ્ર સ્ટાફનો કાર્યક્રમને સફળ બનાવવા બદલ હાર્દિક આભાર.

💐 *પોષણયુક્ત આહાર | સ્વસ્થ બાળક | સ્વસ્થ માતા | સશક્ત પરિવાર* 💐

#પોષણઉત્સવ2026 #પોષણ #વાનગીનિદર્શન #પોષણજાગૃતિ #સ્વસ્થપરિવાર #સશક્તસમાજ

🌾 પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધા ૨૦૨૬ 🌾અમદાવાદ અર્બન આઈ.સી.ડી.એસ. ઘટક-૧૫માં આવેલ સરસપૂર રખિયાલ સેજા ૧, ૨, ૩ અને ૪ દ્વારા પોષણ ...
25/08/2026

🌾 પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધા ૨૦૨૬ 🌾

અમદાવાદ અર્બન આઈ.સી.ડી.એસ. ઘટક-૧૫માં આવેલ સરસપૂર રખિયાલ સેજા ૧, ૨, ૩ અને ૪ દ્વારા પોષણ ઉત્સવ વાનગી સ્પર્ધા ૨૦૨૬નું સુંદર અને ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું.

આ પ્રસંગે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા **THR તથા મિલેટમાંથી બનાવવામાં આવેલી વિવિધ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ વાનગીઓ** રજૂ કરવામાં આવી. પૌષ્ટિક આહાર, મિલેટ્સના ઉપયોગ તથા માતા-બાળકોના સારા સ્વાસ્થ્ય માટે સંતુલિત આહારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.

કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે બાપુનગર વિધાનસભા મતવિસ્તારના લોકપ્રિય માનનીય ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહ સાહેબ ઉપસ્થિત રહ્યા.

સાથે સરસપૂર રખિયાલ વોર્ડના માનનીય કોર્પોરેટરશ્રીઓ શ્રી રાજકુમારભાઈ રાજપૂત, શ્રી ચિરાગભાઈ ઠાકોર તથા શ્રીમતી ચંદ્રિકાબેન પટેલ, ધારાસભ્ય કાર્યાલય મંત્રીશ્રી કમલેશભાઈ જોશી, મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીમતી વર્ષાબેન ચૌધરી મેડમ, મુખ્ય સેવિકા શ્રીમતી સોનલબેન, શ્રી હેતલબેન, બ્લોક કોર્ડિનેટર શ્રી જયવીરસિંહ સાંખલા, એસ.એ. શાલિન અમીન, ક્લાર્ક હિતેશભાઈ, પી.એસ.સી. અમિતાબેન, પ્રદેશિક પ્રતિનિધિ શ્રી જયેશભાઈ બારોટ, વોર્ડ કિસાન મોરચા ભાજપાના પ્રમુખ શ્રી પાસી, વોર્ડ ભાજપા યુવા મોરચાના મહામંત્રી શ્રી ઠોકરભાઈ તથા વોર્ડના મંત્રી શ્રીમતી મોનાબેનની ગૌરવપૂર્ણ ઉપસ્થિતિ રહી. આ કાર્યક્રમને સફળ બનાવનાર કાર્યકરશ્રીઓ, તેડાગરશ્રીઓ નું વિશેષ યોગદાન રહ્યું... કાર્યકરમાં માં ઉપસ્થિત સર્વે મહાનુભાવોનો અમદાવાદ અર્બન ઘટક 15 દ્રદયથી આભાર વ્યક્ત કરે છે

આ સુંદર આયોજન દ્વારા પોષણથી સમૃદ્ધ પરિવાર – સ્વસ્થ સમાજ” નો સંદેશ આપવામાં આવ્યો અને પોષણયુક્ત આહાર પ્રત્યે જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

🌾🥗 **સ્વસ્થ બાળક – સ્વસ્થ માતા – સ્વસ્થ પરિવાર** 💚

#પોષણઉત્સવ2026 #વાનગીસ્પર્ધા #અમદાવાદઅર્બનICDS #સરસપૂરરખિયાલ #સેજા1_2_3_4 #મિલેટ્સ #પોષણઅભિયાન #આંગણવાડી #સ્વસ્થગુજરાત

આજ રોજ સરસપુર-રખિયાલ વોર્ડ ખાતે આવેલ અમદાવાદ અર્બન ઘટક 15 ના સેજા 1, 2, 3 અને 4 માં “પોષણ સંગમ કેમ્પ 2026” અંતર્ગત શિવમ ...
22/07/2026

આજ રોજ સરસપુર-રખિયાલ વોર્ડ ખાતે આવેલ અમદાવાદ અર્બન ઘટક 15 ના સેજા 1, 2, 3 અને 4 માં “પોષણ સંગમ કેમ્પ 2026” અંતર્ગત શિવમ સેવા ટ્રસ્ટના પ્રમુખ અને અમદાવાદ શહેર ભાજપાના અગ્રણી શ્રીવિભૂતિબેન સાંખલા દ્વારા 6 મહિના થી 3 વર્ષના 187 કૂપોષિત બાળકોને પોષ્ટિક લાડુનું વિતરણ કરવામાં આવ્યું.

આ પહેલનો મુખ્ય હેતુ બાળકોના પોષણ સ્તરમાં સુધારો લાવવો અને સ્વસ્થ જીવન માટે જાગૃતિ ફેલાવવાનો છે. આવા સેવાકીય પ્રયાસો સમાજમાં સકારાત્મક બદલાવ લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

આ કાર્યક્રમ માં સેજાના મુખ્ય સેવિકાઑ, NNM BCO, કાર્યકર બહેનો અને બાળકો અને વાળીઑ ઉપસ્થિત રહ્યા.

આ કાર્યક્રમને સફળ બનાવવામાં સહયોગ આપનાર તમામ કાર્યકરો અને ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર.

Vibhuti Jayveersinh Sankhala

શિવમ સેવા ટ્રસ્ટ
AMC ICDS URBAN

આજ રોજ અમદાવાદ અર્બન ઘટક 15 માં આવેલ સરસપૂર રખિયાલ સેજા માં આવેલ વિવિધ આંગણવાડી કેન્દ્રો માં પ્રવેસ્ત્સોવ ઉજવામાં આવ્યો....
23/06/2026

આજ રોજ અમદાવાદ અર્બન ઘટક 15 માં આવેલ સરસપૂર રખિયાલ સેજા માં આવેલ વિવિધ આંગણવાડી કેન્દ્રો માં પ્રવેસ્ત્સોવ ઉજવામાં આવ્યો... વિવિધ કાર્યકરમો કરવામાં આવ્યા

AMC ICDS URBAN

World Yoga Day Celebration Block 15 AWC Children  AMC ICDS URBAN
20/06/2026

World Yoga Day Celebration Block 15 AWC Children


AMC ICDS URBAN

આજ રોજ AMC ICDS URBAN ઘટક 15 માં આવેલ સરસપૂર રખિયાલ ની આંગણાવડી કેન્દ્રો માં વિશ્વ યોગા દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી.
18/06/2026

આજ રોજ AMC ICDS URBAN ઘટક 15 માં આવેલ સરસપૂર રખિયાલ ની આંગણાવડી કેન્દ્રો માં વિશ્વ યોગા દિવસ નિમિતે ઉજવણી કરવામાં આવી.

આજ રોજ આંગણવાડી ના ભૂલકાઓ સાથે ૭૭માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.AMC ICDS URBAN WCD Gujarat- Women & Child Deve...
26/01/2026

આજ રોજ આંગણવાડી ના ભૂલકાઓ સાથે ૭૭માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી.

AMC ICDS URBAN
WCD Gujarat- Women & Child Development Department, Government of Gujarat

આજ રોજ અમદાવાદ અર્બન ઘટક 15 ના સરસપુર રખિયાલ વિસ્તારમાં આવેલા કેન્દ્રો માં નવા લાભાર્થી પોષણ ટ્રેકર માં ઉમેરવા માટે ઘર ઘ...
17/01/2026

આજ રોજ અમદાવાદ અર્બન ઘટક 15 ના સરસપુર રખિયાલ વિસ્તારમાં આવેલા કેન્દ્રો માં નવા લાભાર્થી પોષણ ટ્રેકર માં ઉમેરવા માટે ઘર ઘર સંપર્ક કરવા આવ્યો અને લાભાર્થીને આંગણવાડી કેન્દ્રો નો લાભ મળે તે માટે પૂરતા પ્રયાસ કરેલ.

AMC ICDS URBAN

Address

2nd Floor, Aarogya Bhavan
Ahmedabad

Opening Hours

Monday 10:15am - 6am
Tuesday 10:15am - 6am
Wednesday 10:15am - 6am
Thursday 10:15am - 6am
Friday 10:15am - 6am

Website

Alerts

Be the first to know and let us send you an email when ICDS BLOCK 15 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share